મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી શાળા કોલેજ જતી વિદ્યાર્થીનીઓને પ્રેમ જાળમાં ફસાવવાની અને તેમના ફોટો પાડી વાયરલ કરવાની વધી ગયા છે જીલ્લામાં લવ જેહાદની વધતી ઘટના, બ્યુટી પાર્લર નો વ્યવસાય કરતી મહિલા સાથે દુષ્કર્મ તેમજ સુપર માર્કેટ પાસે છેડતી ના વિડીયો વાયરલ થયા હતા. જેવી ઘટના બન્યા બાદ આ તમામ બાબતોની ઘણી ઊંડી અસર પડી છે રાજકીય આગેવાનો થી લઇ સામજિક આગેવાન આ બાબતને ગંભીરતાથી લઇ કડક કાર્યવાહી માટે માંગણી કરી રહ્યા છે ત્યારે આ મુદે મોરબીમાં આજે એકતા એ જ લક્ષ્યના આગેવાનોએ આજે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું અને મોરબી જીલ્લામાં એન્ટી રોમિયો સ્કવોડ બનાવવા તેમજ જિલ્લામાં છેડતી,દુષ્કર્મ કે મહિલા અત્યાચારને લગતા કેસમાં ઝડપી ન્યાય વ્યવસ્થા માટે ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી

