HomeGujaratમોરબીમાંથી પ્રતિબંધિત ઈ સિગારેટ સાથે એક ઝડપાયો

મોરબીમાંથી પ્રતિબંધિત ઈ સિગારેટ સાથે એક ઝડપાયો

મોરબીના નહેરુ ગેટ ચોક પર આવેલ પરફયમ શોપમાં e સિગારેટનું ગેર કાયદેસર વેચાણ થતું હોવાની બાતમી આધારે મોરબી એસઓજીની ટીમે દરોડો પાડયો હતો અને અલગ અલગ નામથી વેચાતિ ઇ સિગારેટ સાથે એક શખ્સ ને દબોચી લીધો હતો. આરોપી પાસેથી રૂ.11,400ની કિંમતના ઇ સિગારેટ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે  પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં પ્રતિબંધિત  તમાકુ, સિગારેટ તેમજ તમામ પ્રકારની પ્રતિબંધિત વસ્તુના વેચાણ અટકાવવા ઉદ્દેશથી રાજ્યભરમાં ઝુંબેશ ચાલી રહી છે જે અંતર્ગત મોરબી જીલ્લામાં પણ આ ઝુંબેશ અંતર્ગત એસઓજીની ટીમે અલગ અલગ દિશામાં તપાસ કરી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે નહેરુ ગેટ ચોક પાસે આવેલ સંગીતા સ્ટોર નામની પરફૂયુમ દુકાનના બેઠેલ વ્યક્તિ ગેર કાયદેસર પ્રતિબંધીત ઇ સિગારેટનું વેચાણ કરતો હોય આં બાતમી આધારે એસઓજી ની ટીમે દરોડો પાડયો હતો અને પખાલી શેરીમાં રહેતા રિઝવાન તોફિકભાઈ મેઘાણી નામના શખ્સને પ્રતિબંધિત ઇ સિગારેટ સાથે ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 11,400નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW