HomeGujaratમોરબીમાં પાણી ચોરી પર પાલિકાની તવાઈ, ભૂતિયા નળ કનેક્શન પકડી પાડયા

મોરબીમાં પાણી ચોરી પર પાલિકાની તવાઈ, ભૂતિયા નળ કનેક્શન પકડી પાડયા

મોરબી નગરપાલિકાની ત્રણ ટિમો દ્વારા નવલખી રોડ, પંચાસર રોડ અને સામાકાંઠે ભૂતિયા નળ કનેક્શનો શોધવા માટે સર્વ કરવામાં આવી રહ્યો છે અને દરેક ઘરે ભૂતિયા નળ કનેક્શન છે કે કેમ તેની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 1500 જેટલા ઘરોમાં સર્વેની કામગીરી પુરી કરવામાં આવી છે. જેમાંથી અંદાજે 750 જેટલા નળ કનેક્શન ભૂતિયા હોવાનું ખુલ્યું છે. પાણી વેરો ભરતા ન હોય અને ગેરકાયદે લીધેલા કનેક્શન હોવાનું જણાય આવ્યું હતું. આ સર્વેની કામગીરીમાં શહેરના દરેક વિસ્તારને આવરી લેવામાં આવશે એટલે જ્યાં સુધી દરેક વિસ્તાર આવી ન જાય ત્યાં સુધી આ ભૂતિયા નળ કનેક્શન શોધવાનો સર્વે ચાલુ રહેશે. જ્યારે નગરપાલિકા કુલ 56 હજાર રહેણાંક મિલ્કત નોંધાયેલી છે. જેમાંથી 31 હજાર નળ કનેક્શન નોંધાયેલ છે છે. તેમાંથી અંદાજીત 20 હજારથી વધુ ભૂતિયા કનેક્શન હોવાનો એક અંદાજ છે. ઇન્ચાર્જ ચીફ ઓફિસરની દેખરેખ હેઠળ આ ત્રણ ટિમો ભૂતિયા નળ કનેક્શન શોધવા સઘન સર્વે કરી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW