મોરબીમાં પોલીસ દ્વારા વ્યાજખોરો સામે સ્પેશ્યલ ડ્રાઇવ કરવામાં આવી રહી છે પરંતુ વ્યાજખોરો બનાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે આમ તો ડોક્ટર એ ભગવાનનું રૂપ માનવામાં આવે છે પરંતુ મોરબીમાં ડોક્ટર જિંદગી બચવવા ની જગ્યાએ ઉચા વ્યાજ વશુલી કરી રહ્યા છે 3 ટકા વ્યાજે આપી 10 ટકા વ્યાજ વશુલવા ડોક્ટર આશર સામે ફરિયાદ નોધાતા મોરબીમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે
બનાવની વિગત મુજબ વાત કરીએ તો મોરબીમાં લેબોરેટરી માં કામ કરી કરી ગુજરાન ચલાવતા દિનેશભાઈ પરમાર એ પોતાના દીકરાને અભ્યાસ કરાવવા માટે પ્રથમ પોતાના જ પાડોશી પાસેથી રૂપિયા પાંચ લાખ માસિક 5% ના વ્યાજે લીધેલા હતા અને આ પાંચ ટકા તેમને ઊંચું વ્યાજ લાગતા તેમને ડોક્ટર પી.આર આશર પાસેથી માસિક ત્રણ ટકાના વ્યાજે રૂપિયા 6 લાખ લીધેલા હતા રૂપિયા લીધા ના એક મહિનાના સમય થતાં દિનેશભાઈ અને તેની માતા બંને ડોક્ટરને વ્યાજ ભરવા જતા ડોક્ટર પી.આર આશર દ્વારા 10% વ્યાજની માંગણી કરી હતી અને સતત એક વર્ષ સુધી ડોક્ટર પી. આર આશર દ્વારા 10% વ્યાજ લેખે પઠાણી ઉઘરાણી કરી હતી
સમગ્ર મામલે જ્યારે 2020 ની અંદર વ્યાજ ભરવામાં મોડું થઈ જતા વ્યાજની ઉઘરાણી માટે ડોક્ટરે પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું અને ડોક્ટર આશર એ દિનેશભાઈ ની નોકરીના સ્થળે જઈ વ્યાજ માટે માથાકૂટ કરી અને માર માર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી તમને કોણ રૂપિયા આપે તેમ કહી વ્યાજ પેટે ₹25,000 લઈ લીધેલા હતા જ્યારે ડોક્ટર આશરે ત્યારબાદ પણ ઉચ્ચ વ્યાજ વસૂલવા માટે સતત દબાણ કર્યું હતું અને દિનેશભાઈ ની માતાના આધારકાર્ડ પાનકાર્ડ એસબીઆઇ બેન્ક ની પાસબુક એટીએમ કાર્ડ અને મકાન ની અસલ સનદ લઈ લીધેલ હતી
જોકે આ રીતે પઠાણી ઉઘરાણી કરી હજુ ડોક્ટર આશરને સંતોષ થયો ન હતો અને વધુ પઠાણી ઉઘરાણી કરવા માટે સતત દબાણ કરતા દિનેશભાઈએ પોતાનું મકાન તેમના જ કુટુંબિક કાકા પાસે ગીરવે મૂકી રૂપિયા દસ લાખ લીધા હતા અને ડોક્ટર આશરના છ લાખ રૂપિયા આપી દીધેલા અને ડોક્ટર આશરે લીધેલા આધારકાર્ડ પાનકાર્ડ પાસબુક એટીએમ અને પાછા માંગતા ડોક્ટર દ્વારા વધુ ત્રણ મહિનાનું વ્યાજ આપવાનું બાકી છે. તેવું કહીને ડોક્યુમેન્ટ પરત ના આપ્યા. ત્યારબાદ સતત ડોક્ટર આશરે વ્યાજના પૈસા માટે દબાણ કરતા આખરે ફરિયાદી દિનેશભાઈ મોરબી મૂકીને અમદાવાદ ભાગી ગયા હતા પરંતુ જુલમી ડોક્ટર વ્યાજ વસૂલવા માટે અલગ અલગ માણસો ઘરે મોકલી દબાણ કરતા હતા આખરે દિનેશભાઈ ની પત્નીએ મોરબી પોલીસમાં અરજી કરતા પોલીસે દિનેશભાઈ ને હિંમત આપતા અમદાવાદથી મોરબી પરત આવેલા અને સમગ્ર મામલે ફરિયાદ કરી હતી
ઉલ્લેખનીય છે કે મોરબીમાં સતત વ્યાજખોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે હવે દાખલા રૂપ કામગીરી પોલીસ ક્યારે કરશે અને આવા જુલમી વ્યજખોર ને ક્યારે પાઠ ભણાવશે તે સવાલ થય રહ્યો છે જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપી ડોક્ટર આશર વિરૂધ્ધ આઇપીસી કલમ 323, 384, 504 તથા એટ્રોસિટી એક કલમ 3 (1) ( આર) (એસ), 3 (2) (૫- એ) તથા ગુજરાત નાણા ધિરધાર કાયદાની કલમ 40, 42 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

