HomeGujaratવિદ્યાર્થીનીઓ ની છેડતી અને દુષ્કર્મ જેવી ઘટનાથી બચવવા "she team" એક્ટીવ કરાશે...

વિદ્યાર્થીનીઓ ની છેડતી અને દુષ્કર્મ જેવી ઘટનાથી બચવવા “she team” એક્ટીવ કરાશે રેન્જ આઈજી

મોરબી જિલ્લામાં વધી રહેલા વિધર્મી શખ્સો દ્વારા સગીર વયની વિદ્યાર્થીનીઓને પ્રેમ જાળમાં ફસાવી તેની દુષ્કર્મ કરવાની ઘટના સતત વધી રહી છે આ ઉપરાંત શાળા કોલેજમાં જતી વિદ્યાર્થીનીઓ ને આવરા તત્વો દ્વારા છેડતી કરવામાં આવી હોવાની ઘટના વચ્ચે આજે મોરબી જિલ્લા રેન્જ આઈ જી અશોક કુમાર યાદવ દ્વારા મોરબી ડીવીઝનના વાર્ષિક ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું આ ઇન્સ્પેક્સન દરમિયાન તેઓએ ડીવીઝન દ્વારા કરવામાં આવેલ કામગીરી બાબતે સમીક્ષા કરી હતી.અને તે અંગેની માહીતી આપી હતી આ સાથે તેઓએ મોરબીમાં બનેલી વિધાર્થીનીઓની છેડતીની ઘટના તેમજ વિધર્મીઓ દ્વારા સગીરાઓને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચરવાની ઘટના પર અંકુશ લાવવા અંગે જણાવ્યું હતું કે મોરબી જિલ્લા પોલીસની ટીમ આવી ઘટના બનતી અટકે તે માટે આગામી દિવસોમાં શાળા કોલેજ તેમજ કોચિંગ ક્લાસ આસપાસ પેટ્રોલિંગ વધારવાની કાર્યવાહી કરશે તેમજ શાળા કોલેજ અને કોચિંગ ક્લાસના સંચાલકો સાથે જિલ્લા પોલીસની ટીમ બેઠક કરશે અને આવી ઘટના અટકાવવાં જે પણ ઉપાયો કરવા પડશે તે બાબતે ચર્ચા કરશે આ ઉપરાંત જિલ્લા પોલીસ ની she team પણ એક્ટીવ કરવામાં આવશે અને તેઓ દ્વારા પણ આવી રીતે શાળા કોલેજ બહાર તેમજ કોચિંગ ક્લાસ બહાર પેટ્રોલિંગ કરશે અને વિધાર્થીનીઓની સુરક્ષા બાબતે ચર્ચા કરશે અને આવી ઘટના અટકાવવા પગલા લેશે

આ ઉપરાંત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રેન્જ આઈજી દ્વારા આજે હિન્દુ સંગઠનના આગેવાનો સાથે પણ ગુપ્ત બેઠક કરી હતી અને જિલ્લામાં આવી રીતે વધી રહેલી લવ જેહાદની ઘટના કે દુષ્કર્મની ઘટના મુદે ઊંડાણ પૂર્વક ચર્ચા કરી હતી અને આવી ઘટના ઉકેલવા આગામી દિવસોમાં શું પગલા લઇ શકાય તે બાબતે ચર્ચા કરી હતી

મોરબીમાં રેન્જ આઈજી દ્વારા જીલ્લામાં વાહન અકસ્માત અને ટ્રાફિક સુવિધા બાબતે પણ ચર્ચા કરી હતી અને શહેરમાં માર્ગો પર ડ્રીંક ડ્રાઈવ કેસ કરવા ઓવરલોડીંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ ડ્રાઈવ ચલાવવાંમાં આવશે તેવી પણ ખાતરી આપી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW