ભાસ્કર ન્યૂઝ મોરબી
વિધાનસભા ચુંટણી પૂર્ણ થયા અને નવી સરકાર બન્યાના 100 દિવસ પૂર્ણ થતા રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ ભાજપના હોદેદારો આગેવાનો અને કાર્યકરોની બેઠક મળી રહી છે જેમાં આગામી લોકસભા ચુંટણીને લગતી તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જીલ્લામાં પણ આગામી 21ના રોજ જિલ્લા ભાજપની બેઠક યોજાવવા જઈ રહી છે જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેવાના છે. અને સીએમ ભાજપના જિલ્લા સંગઠન તેમજ તાલુકા સંગઠન સાથે બેઠક કરશે આ ઉપરાંત ચુંટાયેલ જન પ્રતિનિધિ સાથે બેઠક કરશે આ ઉપરાંત સંકલન બેઠક સહીત એમ 5 અલગ અલગ પ્રકારની બેઠક કરશે જેમાં શહેર અને જિલ્લાને લગતી સમસ્યા બાબતે સૂચનો લેવામાં આવશે
આ ઉપરાંત આગામી 2024માં લોકસભાની સામાન્ય ચુંટણી યોજાવવા જઈ રહી છે ત્યારે મોરબી જીલ્લામાં કાર્યકરો આ ચુંટણીને લગતી તૈયારીની સમીક્ષા કરવામાં આવે તેવી સંભવાના વ્યક્ત કરી છે

