ટંકારા પોલીસ મથક વિસ્તારના નસીતપર ગામમાં સીમ વિસ્તારમાં લીમડાના કેટલાક શખ્સજુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા પ્રભુભાઇ કુંવરજીભાઇ બોરસાણીયા,લખમણભાઇ મગનભાઇ બરાસરા,શૈલેષભાઇ સવજીભાઇ ઘોડાસરા,નાનાલાલ ઉર્ફે નાનુભાઇ ભાણજીભાઇ બરાસરા,૫- મુકેશભાઇ ધીરૂભાઇ પીપળીયા, ઇબ્રાહીમભાઇ ગુલાબભાઇ ચૌહાણ,ભરતભાઇ છગનભાઇ કડીવાર ને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ૮૩૫૦૦ રોકડા તેમજ જુગાર રમવાના સાહિત્ય સહીતનો મુદામાલ જપ્ત કર્યો હતો બનાવ અંગે આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

