વાકાનેરના મહિકા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા યાકુબભાઇ માહમદભાઇ બાદી નામના યુવકને તેમજ તેમના ભાઈ ઉસ્માનભાઈ બાદીને ખેતીના કામ તેમજ લગ્ન પ્રસંગમાં રૂપિયાની જરૂર હોવાથી અલગ અલગ સમયે વિજયભાઇ શીવાભાઇ ચાવડા સતીશભાઇ શીવાભાઇ ચાવડા નામના શખ્સો પાસેથી રૂ 5 લાખ જેટલી રકમ 10 ટકા વ્યાજે લીધી હતી અને તેનું દર મહિના 50 હજાર જેટલું ચામડાતોડ વ્યાજ વસુલ કરવામાં આવતું હતું અને જો વ્યાજ ભરવામાં મોડું થાય તો બીજા 2 હજાર પેનલ્ટી વસુલ કરવામાં આવતા હતા અને તેના બદલામાં 5 વીઘા જમીનનું સાટા ખાત પણ બનાવી લીધેલ છે ગયા વર્ષે એક સમયે આર્થિક ભીસ આવી જતા વ્યાજ ચૂકવી ન શકતા આરોપીએ કોરા ચેક લખવી લીધા હતા બાદમાં તે રકમ ચૂકવી દીધા હોવા છતાં આરોપીઓએ ચેક પાછા ન આપ્યા ન હતા આ ઉપરાંત ફરી એકવાર રૂપિયાની સગવડ ન થતા આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બનાવ અંગે યાકુબ ભાઈએ વિજય ચાવડા અને શતીશ ચાવડા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

