HomeGujaratમોરબીમાં પાચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજા...

મોરબીમાં પાચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 5 વર્ષની દીકરી ઘરેથી એકલી નીકળી ગઈ હતી જોકે મોડે સુધી ઘરે પરત ન ફરતા બાળકીના પિતા તેને શોધવા નીકળ્યા હતા આ દરમિયાન આરોપી રવિ પરમસુખ બધેલ નામનો શખ્સ તેડીને ઉભો હતો દરમિયાન બાળકીના પિતા આવી જતા આરોપી રવી બાળકીને મુકીને જતો રહ્યો હતો. બીજી તરફ બાળકી ગભરાયેલી હાલતમાં તેના પિતા પાસે જતી રહી હતી અને તેની સાથે આરોપીએ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા, તેમજ તેના ગુપ્ત ભાગે પણ લોહી નીકળતું હોવાથી બાળકીના પિતા તેને હોસ્પિટલ સારવાર અર્થે લઇ ગયા હતા જ્યાં બાળકી સાથે અજુગતું થયું હોવાનું જણાવતા બાળકીના પિતાએ આરોપી રવી વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરાયો હતો આ પ્રકરણમાં પોલીસે ચાર્જ સીટ ફાઈલ કર્યા બાદ કેસ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો. પોક્સો કેસમાં આ કેસની સુનવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં આજે પોક્સો કોર્ટે ચુકાદો આપ્યો હતો

પોક્સો કોર્ટના જજ ડી.પી મહીડા સમક્ષ સરકારી વકીલ સંજય દવે દ્વારા ફરીયાદી પક્ષ તરફી ધારદાર દલીલ કરી હતી તેમજ આ કેસ સાથે જોડાયેલ 12 મૌખિક પુરાવા તેમજ 23 દસ્તાવેજ પુરાવા રજુ કર્યા હતા. આ પુરાવા નાઆધારે કોર્ટે આરોપીને ગુનેગાર સાબિત જાહેર કર્યો હતો અને આજે કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો અને આરોપીને પોક્સો એક્ટ 376 (2) એ બી ,તેમજ પોક્સો એક્ટ અંતર્ગત ગૂંનેગાર ઠેરવ્યા હતા અને આરોપી રવીને 20 વર્ષની કેદ ફટકારી હતી તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુન્હો સાબિત થતા તેના બીજા ત્રણ માસ ની કેદ ફટકારી હતી આ ઉપરાંત 20 હજારનો દંડ ફટકાર્યો હતો

આ ઉપરાંત ભોગ બનનાર ને રૂ 4 લાખનું વળતર ચુકવવા પણ આદેશ કર્યો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW