મોરબી જિલ્લા પંચાયતના icds વિભાગના સીડીપીઓ ઓફિસ તેમજ અગરિયા હિત રક્ષક સમિતિ દ્વારા રણ વિસ્તારોમાં રહેતા અગરિયા પરિવારના બાળકોના કિશોરીઓ, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ માટે પોષણયુક્ત આહાર અને ટીએચઆર નું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સીડીપીઓ મમતાબેન સુપરવાઇઝર લાભુબેન અગરિયા હિત રક્ષક મંચ ના જિલ્લા કોઓર્ડીનેટર મારુતિ સીહ બારૈયા તેમજ ટીકર રણ ના આંગણવાડી કાર્યકર બહેનો ભાવનાબેન હેતલબેન શીતલબેન બિંદુબેન કુંદનબેન તેમજ મોબાઇલ હેલ્થ વાહનના મેડિકલ ઓફિસર ડોક્ટર પિનલ બેન હાજર રહ્યા હતા મોબાઇલ હેલ્થ દ્વારા અગરિયા ભાઈઓ બહેનો અને બાળકો માટે દવા અને જરૂરી મેડિકલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં 35 બાળકો કિશોરીઓ તેમજ ત્રણ સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને પોષણયુક્ત આહાર નું વિતરણ કરવામાં આવ્યું હતું

