મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુસવા ગામના પાટીયા પાસે ગત તા 1એપ્રિલનાં રોજ ટ્રક અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિ ને ઇજા પહોંચી હતી.આ ઘટના સ્થળેથી ધવલભાઈ 108 માં કોલ કરતાની સાથે હળવદ 108 ની ટીમના E M T હરેશભાઈને PILOT ગણપતભાઇ બંનેને ઘટનાની જાણ મળતાની સાથે જ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગયેલ હતી. દર્દી સોહિલભાઈ ચાનીયા લૂંટાવદર ગામના રહેવાસી એમ્બ્યુલન્સમાં લઈ સારી એવી સારવાર જેઓ ના નિયમ અનુસાર સારવાર કરી સાથે હળવદના સરકારી હોસ્પિટલમાં ખસેડેલ હતા દર્દી સોહિલભાઈ ના સાથે મળેલ રોકડા રૂપિયા 68000 બે નંગ કીમતી મોબાઈલ હેન્ડસેટ અને પાકીટ માં જરૂરી ડોક્યુમેન્ટ તેઓનો પરિવારનો સંપર્ક કરી હોસ્પિટલે બોલાવેલ અને એમના પરિવારના કાકા યાકુબભાઈ ચાનીયા ને બધી વસ્તુ સહી સલામત પરત કરેલ હતી ખરેખર 108 ની ટીમે આ એક સચ્ચાઈની પ્રમાણિકતા દાખવી હતી.

