HomeGujaratમોરબી પોલીસ નિષ્ફળ નિવડી ?ખુલ્લેઆમ મારામારીની ઘટનાઓ બેફામ બની !

મોરબી પોલીસ નિષ્ફળ નિવડી ?ખુલ્લેઆમ મારામારીની ઘટનાઓ બેફામ બની !

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા ગુનેગાર ઉપર રોપ જમાવવા માટે નિવેદન બાજે તો કરી દીધી પરંતુ હાલ મોરબી જિલ્લાની અંદર સતત ક્રાઇમરેટનો વધારો થઈ રહ્યો છે પોલીસ મોરબી જિલ્લાની અંદર ક્રાઈમની ઘટનાઓ રોકવામાં નિષ્ફળ નેવડી છેથોડા દિવસ પહેલા મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે ધંધો કરવો હોય તો મોરબીમાં રહેવું અને ગેરકાનૂની પ્રવૃત્તિ કરવી હોય તો મોરબી મૂકી દેજો તો સાહેબ મોરબીમાં તમારા નિવેદન બાદ શા માટે ક્રાઈમ રેટ ની અંદર વધારો થઈ રહ્યો છે અને તમે કેમ શાંતિથી બેસી ગયા છો શું મોરબી ની અંદર સતત ક્રાઇમરેઠની અંદર વધારો થઈ રહ્યો છે કે નહીં એ જોવાની જવાબદારી તમારી છે કે નહીં અને છે તો શા માટે મોરબીમાં આટલો બધો ક્રાઈમ રેટ વધી રહ્યો છે આવા અનેક સવાલો તમારી ઉપર ઉપજી રહ્યા છેમોરબીના સિપાઈવાસમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાની અંદર ત્રણ લોકોને ઈજા થવા પામે છે હાલતો ઇજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર હસ્તે ખસેડવામાં આવ્યા છે જોકે ત્રણમાંથી એકની હાલત વધુ ગંભીર જણા હતા તેમને રાજકોટ રિફર કરવામાં આવ્યો છેબનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના સિપાઈ વાસ માં બે જૂથ કોઈ કારણોસર સામસામા આવી ગયા હતા જેમાં બંને પક્ષમાં ઇજાઓ થવા પામી હતી જેમાં એક પક્ષે અબાસ અકબર ખુરેશી ઉંમર વર્ષ 35 અને મનસુર અકબર ખુરેશી ઉંમર વર્ષ 31 ને ઈજા પહોંચી હતી હાલ બંને ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે જ્યારે બીજા પક્ષમાં મકબુલ ઉર્ફે બિલાલ યુઝ કુરેશી ઉંમર વર્ષ 25 ને ઇજા પહોંચી હતી તેમને પ્રથમ મોરબી સારવાર આપ્યા બાદ રાજકોટ રિફર કરવામાં આવ્યો છેઘટનાની જાણ થતા મોરબી પોલીસ સિવિલ હોસ્પિટલે દોડી આવી હતી અને તાત્કાલિક બંને જૂથોને સિવિલ હોસ્પિટલ ખાતે એકત્રિત થતા અટકાવ્યા હતા અને કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતોઉલ્લેખનીય છે કે મોરબીમાં સતત ક્રાઈમની ઘટના વધતી જતી રહી છે ત્યારે મોરબી જિલ્લા પોલીસવાળા ક્રાઈમ બ્રાન્ચ સહિતની પોલીસ ઉપર સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે જો સાહેબ આપ પોતાની ડ્યુટી સરસ રીતે નિભાવી રહ્યા છો તો શા માટે મોરબીમાં સતત ક્રાઇમરેઠનો વધારો થઈ રહ્યો છે શું આપની જવાબદારીઓ બનતી નથી આ ક્રાઈમ રેટ રોકવાની

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW