HomeGujaratમોરબીની અવની ચોકડી વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સો દૂધ મૂકી જતા લોકોમાં અચરજ...

મોરબીની અવની ચોકડી વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સો દૂધ મૂકી જતા લોકોમાં અચરજ સાથે ગભરાટ ફેલાયો

મોરબી શહેરના અવની ચોકડી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી અચરજ પમાડે તેવી એક ઘટના સામે આવી છે જેમાં કોઈ અજાણ્યા શખ્સો દ્રારા ફ્લેટની લીફ્ટમાં ચાર રસ્તા પર તેમજ કોઈના ઘરની સામે દૂધ ભરેલી કોથળી મૂકી જતા લોકોમાં અચરજ સાથે ગભરાટનો માહોલ ફેલાયો છે

આ ઘટના છેલ્લી 24 માર્ચથી ઘટી રહી છે. પ્રથમ બનાવ શક્તિ પાર્ક સોસાયટીમાં બન્યો હતો જેમાં સોસાયટી બહાર કોઈ શખ્સ દૂધ ભરેલી થેલી મુકીને જતા રહ્યા હતા શરૂઆતમાં આ ઘટના સ્થાનિકોએ સામાન્યઘટના સમજી ધ્યાન આપ્યું ન હતું પરંતુ આવી ઘટના જય અંબે સોસાયટી આસપાસ પણ બની હતી તો ગત 27 મી ના રોજ અમૃત વાટિકા સોસાયટીમાંસવારે 10 :30 થી 11 દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો 10 લીટર જેટલી દુધના પાંઉચ મૂકીને જતા રહ્યા હતા એક કરતા વધુવાર આ પ્રકારની ઘટના સર્જાવવાંના કારણે લોકોમાં આશ્ચર્ય સાથે ગભરાટ ફેલાયો છે કેટલાક લોકો દ્વારા તાંત્રિક વિદ્યા કરતા હોવાની આશંકા વ્યક્ત કરી આ રસ્તામાં પડેલા દૂધની થેલી ન ઉપાડવા અપીલ કરી હતી . તો તો એક પરિવાર દ્વારા આ પ્રવાહી ખરેખર દૂધ છે કે અન્ય કોઈ ભેળસેળકરેલ પદાર્થ નથી ને તેમ વિચારી લેબોરેટરીમાં ટેસ્ટીંગ પણ કરાવ્યું હતું. જોકે તેમાં પણ દૂધ હોવાનું સામે આવ્યું હતું અને તેમાં અન્ય કોઈ ચીજ વસ્તુ ભેળવી ન હોવાનું પણ સામે આવ્યું હતું અવની ચોકડી વિસ્તાર માં આ રીતે દૂધ મૂકીજવાની ઘટનાથી સ્થાનીકોમાં આશ્ચર્ય ફેલાયું છે અને આ દૂધની થેલી મુકનાર શખ્સની શોધખોળ કરવા સીસીટીવી કેમેરા પણ તપાસ કર્યા હતા જેમાં એક અજાણ્યો શખ્સ લીફ્ટમાં દૂધની થેલી મુકીને જ્રતો નજરે પડ્યો હતો પરંતુ આ શખ્સની ઓળખ થઇ શકી ન હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW