મોરબી નગરપાલિકાની ગત સામાન્ય ચુંટણીમાં ભાજપને 13 વોર્ડની તમામ 52 બેઠક મોરબીની પ્રજા એ સોપી હતી પરંતુ મોરબી પાલિકાના આ 52 સભ્યોને મળેલી આ તકને પાલિકાના સભ્યો અને હોદેદારો વિકાસ કામમાં ઉપયોગ કરી શક્ય નથી અને શરુઆતથી સભ્યો વચ્ચે નાના મોટા અસંતોષ જોવા મળી રહ્યા હતા જે અસંતોષ જુલતા પુલ દુર્ઘટના બાદ જુથવાદ સુધી પહોચી ગયા છે ઝુલતા પુલ દુર્ઘટનામાં શહેરી વિકાસ વિભાગ દ્વારા નોટીસ આપ્યા બાદથી પાલિકાના ઘણા બધા સભ્યો પ્રમુખ ઉપ પ્રમુખ અને કારોબારી સભ્ય સમે અનેક વખત જાહેરમાં વિરોધ કરી ચુક્યા છે
ત્યાર આ વિરોધની અસર આજે પણ પાલિકાની સામાન્ય સભામાં જોવાં મળી હતી. આજે મળેલી સામાન્ય સભામાં સભ્યો દ્વારા રજુ કરવામાં આવેલ બજેટનેસર્વ સંમતીથી મંજુર કરી દીધું હતું પરંતુ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા ગુજરાત મ્યુંનીસીપાલીટી એક્ટ 1963 ના સેક્શન 45 ડી અંતર્ગત કરવામાં આવેલ ખર્ચ મુદે 52 માંથી 42 સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો અને આ ખર્ચ નામંજૂર કરવા પોતાની રજૂઆત કરી હતી પ્રમુખની સતાથી 45 ડી અ અંતર્ગત રૂ ૬ કરોડના કામ થયા હતા જે મંજુર કરવામાં આવ્યા ન હતા આ ઉપરાંત સભ્યોએ શેરના સ્ટ્રીટલાઈટની ખરીદીમાં પણ પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદેદારોએ તેમને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના રૂ ૩ કરોડનો ખર્ચ કર્યો હતો અને સ્ટ્રીટલાઈટ ખરીદવામાં આવી હતી જોકે આ લાઈટ ખરીદી સમયે પાલિકાના સભ્યોને જાણ કરવા કે વિશ્વાસમાં લીધા ન હોય જેથી આ બન્ને ખર્ચ ને બહાલી આપવાના એજેન્ડાને પેન્ડીગ રાખવામાં આવ્યા હતા

