HomeGujaratહળવદની સરા ચોકડીએ સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી,રેતી સફેદ માટીના ડમ્પરો...

હળવદની સરા ચોકડીએ સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી,રેતી સફેદ માટીના ડમ્પરો કેમ નથી રોકતા કર્યા આકરા સવાલ

હળવદની સરા ચોકડીએ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવમાં નિયમોનું ભંગ કરતા વાહનચાલકોને દંડાત્મક કાર્યવાહી દરમિયાન અમુક લોકો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જેમાં હાલમાં પરીક્ષાનો સમય હોય અને વાહનો લઈને નીકળતા વિદ્યાર્થીઓને તેમજ નાના વાહનોને ટ્રાર્ગેટ બનાવતા હોવાનો લોકોએ આરોપ લગાવ્યો હતો. તો સાથે જ જણાવ્યું હતું કે સફેદ માટીના અને રેતીના ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં પોલીસ લાજ કાઢતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદની સરા ચોકડીએ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન નિયમોનું ભંગ કરતા વાહન ચાલકોને દંડવાની કાર્યવાહી ચાલુ હતી ત્યારે પરીક્ષા પૂર્ણ કરી નીકળતા વિદ્યાર્થીઓ તેમજ નાના વાહન ચાલકોને પરેશાન કરતા હોવાનું અમુક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. સાથે સફેદ માટી અને રેતીના ડમ્પરો તેમજ લાગતા વળગતા બ્લેક ફિલમ વાળા વાહન ચાલકોને છાવરી લેતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેને લઈને મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. અને એક સમયે પોલીસે અને પ્રજા વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. આ બોલાચાલીમાં સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પોલીસ માત્ર નાના વાહન ચાલકોને જ ટાર્ગેટ બનાવી હેરાન કરી રહી છે. પરંતુ મોટા વાહન ચાલકો અને રેતી અને સફેદ માટીના ડમ્પરો બેફામ દોડતા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરતી ન હોવાનો આરોપ લગાવ્યો હતો. અને બેફામ દોડતા ડમ્પરો સામે પોલીસ કેમ કાર્યવાહી કરતી નથી. અઠવાડિયએ એક જ વખત ટ્રાફિક ડ્રાઈવ ચલાવે છે જ્યારે શું અન્ય દિવસોમાં ટ્રાફિક નહીં થતું હોય

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW