રાજ્યમાં હાલ ધોરણ ૧૦ -૧૨ ની પરીક્ષા ચાલી રહી છે મંગળવારે ધોરણ 10 ની પરીક્ષાનું પ્રથમ પ્રશ્ન પત્ર લેવામાં આવ્યા બાદ આજે ગણિત વિષયનું પેપર લેવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ તેમજ સંસ્કૃત માધ્યમ મળીને કુલ ૧૦૬૯ વિદ્યાર્થી નોધાયા હતા જેમાંથી૧૦૬૬ છાત્રો હાજર રહ્યા હતા જયારે ૩ છાત્રો ગેરહાજર રહ્યા હતા.
ધોરણ૧૦ ની પરીક્ષામાં આજે સ્ટાન્ડર્ડ ગણિતના પેપરમાં ગુજરાતી માધ્યમમાં ૯૬૯ છાત્રો નોધાયા હતા.જેમાંથી માત્ર 0૧ છાત્ર ગેર હાજર હયો હતો જયારે ૯૬૮ છાત્રો હાજર રહ્યા હતા આ ઉપરાંત અંગ્રેજી માધ્યમમાં ૮૯ છાત્રો નોધાયા હતા જેમાં પણ માત્ર ૦૧ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. જયારે ગણિતમ ૫૦૪ (સંસ્કૃત પ્રથમા) વિષયના પેપરમાં ૦૧ વિદ્યાર્થી ગેરહાજર નોંધાયા હતા આમ આજે મોરબી જીલ્લામાં કુલ ૧૦૬૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૦૩ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા તોસવારે ધોરણ ૧૨ વિનયન પ્રવાહનું ઈતિહાસનું પેપર લેવામાં આવ્યું હતું જેમાં ૧૫૬ છાત્રો નોધાયા હતા જે પૈકી ૧૪૯ છાત્રોએ પરીક્ષા આપી હતી જયારે ૭ છાત્રો ગેર હાજર રહ્યા હતા બપોર બાદ ધોરણ 12 વાણીજ્ય પ્રવાહનું આકડા શાસ્ત્રનું પ્રશ્ન પત્ર લેવામાં આવ્યું હતું

