મોરબી એસ ઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે હળવદ નજીક આવેલ સ્વામીનારા યણ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં આવેલ નેજા બાયો પેલેટ નામના કારખાના નજીક ઇન્ડસ્ટ્રી પાછળ ભાગે લોખંડ કંપનીમાંથી ટ્રેલરમાં વેપારીને સપ્લાય થતા લોખંડના સળિયા ટ્રેલરના ડ્રાઈવર તથા ગઠીયાઓ મળી ટ્રેલરમાંથી ચોરી છુપી અને કીમીઓ કરી અલગ અલગ સાઈઝના લોખંડના સળિયા ચોરી કરી ટ્રેલર માલિક અને કંપની સાથે વિશ્વાસઘાત કરી આર્થિક લાભ મેળવતા હોય એસ ઓજી ને મળેલી બાતમીના આધારે પોલીસે ધોરણો પાડતા સ્થળ પરથી મહેશ ઉફેઁ મહેન્દ્રસિંહ જગદીશભાઈ લીંબોલા,દિલીપ સિંગ અમરસિંગ પવાર,નરેન્દ્રસિંહ પુરણસિંગ રાવત, મહાવીરસિંગ શંકરસિંગ ચૌહાણને ઝડપી લીધા હતા આરોપીઓની પૂછપરછ કરતા તેમની પાસેથી 10 mmના અને 16mm ના કુલ 77 હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

