HomeGujaratમોરબીમાં લગ્નમાં ન જનાર બનેવી પર સાળાઓએ ધોકા-પાઈપ અને ધારિયાથી કર્યો હુમલો

મોરબીમાં લગ્નમાં ન જનાર બનેવી પર સાળાઓએ ધોકા-પાઈપ અને ધારિયાથી કર્યો હુમલો

મોરબીના વીશીપરા વિસ્તારમાં રહેતા તાજમહમદ કરીમભાઈ ભટ્ટી નામના આધેડ તેમના પત્ની રઝિયાબેન પુત્ર તેમજ તેમના સબંધી ઘરે હતા તે દરમીયાન એક સ્કોર્પિયો કારમ, બ્રેઝા કાર અને ઇકો કાર એમ ત્રણ કારમાંથી તેમના સાળા જુમા કરીમ સેડાત,,આદીલ કરીમભાઈ મોવર,સિકંદર કરીમ સેડાત તેમના મામાજી સસરા હાસમ દાઉદભાઈ મોવર ઉપારાંત માસીજી સાસુના દીકરા સલીમ જુસબ કટિયા,નિજામ જુસબ કટિયા,ઇકબાલ જુસબ કટિયા,મુસાભાઈ જુસબભાઈ કટીયા,મુસ્તાક જુસબભાઈ કટિયા, ઉપરાંત વીશીપરામાં રહેતા ઈરાન નુર મામદ મોવર,,મંજુર અનવર ઓડ સહિતના ધસી આવ્યા હતા અને ઘરમાં રાખેલી અલગ અલગ કાર અને બાઈકમાં ધોકા પાઈપ મારી તોડફોડ કરી હતી તો કાચની બોટલોનો પણ છૂટો ઘા કરી ઈજા પહોચાડવાની કોશિશ કરી હતી ફળિયામાં આ રીતે અચાનક તોડફોડ થવા લાગતા પરિવારજનો અને મહેમાન ઘરની બહાર નીકળ્યા હતા અને આ રીતે વાહનમાં નુકશાન ન કરવાનું કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને ગાળો બોલી તેને મારવા ધોકા લઈને પાછળ દોડ્યા હતા અને ઘરમાં પણ તોડફોડ કરવા લાગ્યા હતા દરમિયાન સલીમે ધારિયાથી તાજમહમદભાઈ પર હુમલો કરતા તેમના પત્ની રઝિયાબેન આડા પડતા તેમના હાથના ભાગે ગંભીર ઈજા પહોચી હતી આરોપીઓએ આખા પરિવારને માર મારતા તમામને નાના મોટી ઈજા પહોચતા મોરબી સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવ અંગે તાજમહમદ ભાઈએ તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા આરોપી જુમાના દીકરાના લગ્ન હોય જોકે અગાઉ તેમના પરિવારજનોને આરોપી સાથે અગાઉ બોલાચાલી થતા વ્યવહાર કાપી નાખ્યો હતો અને તેમને આમન્ત્રણ ન હોવાથી તેઓ ગયા હતા ન હતા જોકે તેમના સાળી રોશનબેનને આમન્ત્રણ હતું પરંતુ તેઓ પણ લગ્નમાં ન હતા તેનો ખર રાખી આરોપીઓએ તેમના પર હુમલો કરી ઈજા પહોચાડી હતી

બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આરોપીઓએ ગેરકાયદે ટોળું કરી હથીયાર ધારણ કરી હુમલો કરવા બદલ રાયોટીંગ તોડફોડ કરવા મારામારી કરવા તેમજ ધાક ધમકી આપી જાહેર શાંતિ ભંગ કરવા બદલ અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW