HomeGujaratમોરબી જિલ્લામાં શ્રમિકો અને ભાડુઆતની ઓનલાઇન નોંધણી ન કરનાર 16 શખ્સો વિરૂદ્ધ...

મોરબી જિલ્લામાં શ્રમિકો અને ભાડુઆતની ઓનલાઇન નોંધણી ન કરનાર 16 શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોંધાયો

મોરબી જિલ્લામાં આવેલ વિવિધ ઔધગિક એકમ અને બાંધકામ વ્યવસાય તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરમાં ખેતમજૂર તરીકે અનેક પર પ્રાંતીય મજૂરો બીજા દાહોદ ગોધરા ઉપરાંત એમપી સહિત અલગ અલગ રાજ્યોમાંથી મજૂર મજૂરી માટે આવે છે આ મજૂરોની આડમાં કેટલાક અસામાજીક તત્વો પણ આવતા હોય છે અને ચોરી લુંટ કે અન્ય નાની મોટી ગુન્હા હિત કૃત્ય સાથે જોડાયેલ હોય છે આવા તત્વો સુધી પોલીસ પહોચી શકે તે માટે શ્રમિકોની ઓનલાઇન નોંધણી ફરજિયાત કરવામાં આવી છે અને આ માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ઓનલાઇન એપ્લિેકેશન તૈયાર કરી છે અને મજૂરોની નોધણી ફરજિયાત કરવા અંગે મોરબી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આ જાહેરનામાનો ભંગ કરી મજૂરની નોધણી ન કરનાર ફેક્ટરી ધારક અથવા કોન્ટ્રાકટર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે

આ જાહેરનામાની પોલિસે કડક અમલવારી થાય તે માટે કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મોરબી વાકાનેર અને ટંકારામાં જાહેરનામા ભંગ અંગેની વધુ ફરિયાદો નોંધાઇ છે જેમાં પ્રથમએસ્યોર એપમાં પરપ્રાંતીય મજૂરો અને મકાન ભાડે આપનાર માલિકો દ્વારા નોંધ ન કરવામાં આવતા ટંકારા પોલીસ દ્વારા સૂર્યદીપ કોટન ઇન્ડસ્ટ્રીઝ, લગધીરગઢ રોડના સંચાલક મહેશ કુંવરજીભાઇ દેસાઈ તેમજ કેસર પ્લાસ્ટિકમાં કામ કરતા મજૂરીની નોંધ નહિ કરવા બદલ લાલજી અજિતભાઈ મકવાણા નામના લેબર કોન્ટ્રાકટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ ટંકારા પોલીસે ખીજડિયા ચોકડી નજીકથી છત ભરવાનો કોન્ટ્રાકટ રાખતા કાનાભાઈ નવીનભાઈ ભીલે પોતાના સાત મધ્યપ્રદેશના મજૂરની નોંધ નહીં કરાવતા જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો હતો.જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે ઢુંવા માટેલ રોડ ઉપર સ્પોલો સીરામીકના લેબર કોન્ટ્રાકટર અશોક નારણભાઇ લુમ્ભાણી વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત મોરબી સીટી બી ડિવિઝન પોલીસે શોભેશ્વર રોડ ઉપર હીરોઝ સિરામિક કારખાનામાં લેબર કોન્ટ્રાકટ ધરાવતા ભય્યુખાન હબીબખાન મસૂરી અને મહેન્દ્રનગર ચોકડીથી માળીયા જવાના રસ્તે આવેલ પટેલ નાસ્તા હાઉસમાં પરપ્રાંતિયને કામે રાખી એસ્યોર મોરબીમાં નોંધ નહિ કરનાર દિનેશ હરજીવનભાઈ કારોલીયા વિરુદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી માળીયા રોડ ઉપર આવેલ ઉમિયા પરોઠા હાઉસના વનેશભાઈ શિવાભાઈ પરેચા વિરુદ્ધ બહારના મજૂરોને કામે રાખી પોલીસને જાણ નહિ કરવા બદલ કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરામા બહારના મજૂરોને ઓરડી ભાડે આપવા બદલ સિકંદર સુભાનભાઈ ભટ્ટી, નિતાબેન વિજયભાઈ સુરેલા વિરુદ્ધ એસ્યોર એપમાં મકાન ભાડે આપવા અંગેની નોંધ નહિ કરતા કાર્યવાહી કરી હતી.જ્યારે મોરબી તાલુકા પોલીસે બેલા રંગપરની સીમમાં ગોડવીન સીરામિકમાં બહારના મજૂરોને કામે રાખી નોંધ નહિ કરાવનાર જીતેન્દ્ર લાલજી હાડા તેમજ નગીનભાઈ નૂરભાઈ નિનામાં નામના કોન્ટ્રાકટર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત ગાળા ગામની સીમમાં ઇમપલ્સ પ્લાસ્ટિકમા પણ કોન્ટ્રાક્ટરે મજૂરોની નોંધ નહીં કરતા અખિલેશ સુરજદિન યાદવ વિરુદ્ધ તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી. સાથે જ લીલાપર નજીક સેવન્જા સિરામિકના લેબર કોન્ટ્રાકટર હરિલાલ રામકુમાર બૈગા વિરુદ્ધ અને રફાળેશ્વર નજીક મયુર હીરાભાઈ ગમારા વિરુદ્ધ તેમજ લિજેન્ડ સીરામિકમાં રમેશ કનુભાઈ રાવળ નામના કોન્ટ્રાકટર સામે પણ જાહેરનામા ભંગ બદલ પોલીસે કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના વજેપર વિસ્તારમાં પરપ્રાંતીય મજૂરને ઓરડી ભાડે આપી એસ્યોર મોરબી એપમા નોંધ નહિ કરનાર બાબુભાઇ કુંવરજીભાઇ અબાસણીયા વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાનૂની કાર્યવાહી કરી મોરબી જિલ્લામા તમકોન્ટ્રાકટર અથવા મિલકત ધારક વિરુદ્ધ ચેતવણી જનક કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW