HomeGujaratમોરબીમાં ચોરીના ઇરાદે દીવાલ કૂદી ગેર કાયદે પ્રવેશ કરતા શખ્સને ગેરેજ સંચાલકે...

મોરબીમાં ચોરીના ઇરાદે દીવાલ કૂદી ગેર કાયદે પ્રવેશ કરતા શખ્સને ગેરેજ સંચાલકે ઝડપી પાડયો

મોરબીના ઘુંટું રોડ પર શબરી હોટેલ બાજુમા આવેલ બહુચર મોટર્સ નામની ગેરેજ માં ગતરાત્રિના રોજ એક શખ્સ ચોરીના ઇરાદે ગેરેજ ની દિવાલ કૂદી ગેરકાયદે પ્રવેશ કર્યો હતો બનાવ સમયે ગેરેજ માલિક કુલદીપ કુંવરજી કાલરીયા હાજર હોય જેથી આરોપી ચોરી કરે તે પહેલા જ તેમની ઝપટમાં આવી ગયો હતો જે બાદ કુલદીપ ભાઇએ આરોપીને ઝડપી લીધો હતો અને તેની પૂછરછમાં કરતા પોતાનું નામ જીતુ ગોવિંદભાઈ પરમાર મૂળ જામનગર જિલ્લાના જોડિયાના વતની અને હાલ પાડા પુલ વિસ્તારમાં રહેતાં હોવાની કબૂલાત આપી હતી જે બાદ તેઓએ ચોરીના ઈરાદે ગેરેજમાં ઘૂસેલા જીતુને બી ડિવિઝન પોલીસ મથકમાં હવાલે કરાયો હતો.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW