મોરબી પાલિકા દર વર્ષની જેમાં આ વર્ષે પણ સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનમાં જોડાઈ છે જોકે આ વર્ષે પાલિકા દ્વારા જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે. તે જોતાં આ વર્ષે પાલિકાની રેન્કિંગમાં સુધારો થવા કરતાં બગડે તેવી સંભાવના વધુ છે કારણ કે અનેક વિસ્તારમા પાલિકાની ડોર ટુ ડોર પહોંચતી નથી તો મુખ્ય માર્ગો પર મૂકવામાં આવેલ ડસ્ટબિન માંથી મોટા ભાગની ડસ્ટબિન ગાયબ છે અને હાલ જે સ્થળો એ ડસ્ટબિન ઉપલબ્ધ છે.તેમાં પણ નિયમિત સફાઈ થતી નથી.મોરબી શહેરની સફાઈ માટે પાલિકા દ્વારા વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે જેમાં લાખો રૂપિયાનો કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવે છે તો ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ટિપરવાન પણ મૂકવામાં આવી હોવા છતાં શહેરના મુખ્ય માર્ગો અને રહેણાક વિસ્તારમાં હજુ ગંદકી સાફ થઈ શકી નથી. પાલિકા છેલ્લા ૮ વર્ષથી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત યોજાતી સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનમાં જોડાય છે અને દાવા કરાય છે કે આ વર્ષે પાલિકના રેન્કિંગમાં સુધારો આવશે જોકે સ્થિતિમાં કોઈ સુધારો થતો નથી.પાલિકા દ્વારા ત્રણ વર્ષ પહેલાં શહેરના માર્ગો પર લોકો કચરો ન ફેકે તેમજ ભીના – સૂકા કચરાનો અલગ અલગ સ્વરૂપે નિકાલ થાય માટે લીલા અને બ્લુ રંગની ૫૦૦થી વધુ ડસ્ટબિન મૂકવામાં આવી હતી. આ ડસ્ટબિન પાલિકા દ્વારા શહેરના ગાંધી ચોક થી ભક્તિં નગર સર્કલ, રવાપર રોડ અવની ચોક સહિતના વિસ્તારના તખ્તસિંહ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, નવા ડેલા રોડ સહિતના અલગ અલગ માર્ગો પર આવેલ કોમર્શિયલ કોમ્પલેક્ષ બહાર મૂકવામાં આવી હતી આ ઉપરાંત ઓરપેટ ગૃપ દ્વારા પણ નવા બસ સ્ટેશન અને આસપાસના કોમર્શિયલ કોમ્પ્લેકસ બાહર ડસ્ટબિન મૂકવામા આવ્યા હતા.

અને જે તે સમયે પાલિકા દ્વારા એવો દાવો કરાયો હતો કે વિસ્તારની નિયમિત સફાઈ થશે વેપારીઓને પણ જાહેર માર્ગો પર ફેકવાનાં બદલે કચરા પેટીમાં નાખવા અપીલ કરવામાં આવી હતી જોકે આ ડસ્ટબિન કાયમી ધોરણે રહી શકી નથી આજે શહેરના મોટા ભાગના વિસ્તારમાંથી આ ડસ્ટબિન ગાયબ થઈ ચૂકી છે અને જ્યાં થોડી ઘણી બચી છે તેની હાલત ખરાબ છે જેમાં કચરો નાખે તો નીચે પડી જાય છે .આ કારણો સર કચરો જાહેરમા ફેંકવામાં આવે છે જેના કારણે શહેરના અલગ અલગ વિસ્તારમાં જાહેરમા કચરો ફેકાય છે નવા ડેલા રોડ, જુના બસ સ્ટેન્ડ માધાપર વિસ્તાર,નવા બસ સ્ટેશન રોડ સહિતના અનેક વિસ્તારમાં ગંદકીના ઢગલા ખડકાઈ ગયા છે આ ઉપરાંત કેટલીય જગ્યાએ એવી છે જ્યાં ડસ્ટબિન સારી સ્થતિમાં છે અને લોકો કચરો ફેકે છે તેવી જગ્યાએ તી કચરો નિયમિત ઉપડવામાં આવતી નથી પરિણામે ગંદકી નું પ્રમાણ વધ્યું છે.જો મોરબી પાલિકાની શહેરની સફાઈ કરવાના પ્રયાસ આ જ રીતે કરવામાં આવશે તો આગામી સ્વચ્છતા સર્વેક્ષણમાં પાલિકાનો રેન્ક સુધારવાના બદલે વધુ કથડશે.

