HomeGujaratસૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતી ડો ગિરીશ ભીમાણી એ પૂર્વ સિન્ડીકેટ સભ્યને કર્યા સસ્પેન્ડ…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતી ડો ગિરીશ ભીમાણી એ પૂર્વ સિન્ડીકેટ સભ્યને કર્યા સસ્પેન્ડ…

કુલપતિ ડો ગિરીશ ભિમાણીએ કહ્યું હતું કે, થોડા દિવસો પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શાખ ખરડાઈ તે રીતે પૂર્વ સિન્ડીકેટ સભ્ય કલાધર આર્યએ નિવેદન કર્યું હતું. જેના કારણે આ પગલા લેવામાં આવ્યા છે.

શિક્ષણધામ હવે રાજકીય અખાડો બની રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે, કારણ કે કુલપતિ ગિરીશ ભિમાણીએ પૂર્વ સિન્ડીકેટ સભ્ય કલાધર આર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પૂર્વ સિન્ડીકેટ સભ્ય સામે શિસ્તભંગની ફરિયાદના આધારે ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભિમાણીએ સસ્પેન્ડ કર્યા છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા કલાધર આર્યનને અન્ય એક કમિટીમાંથી બરખાસ્ત કરી દેવામાં આવ્યા હતા.

આ અંગે કુલપતિ ડો ગિરીશ ભિમાણીએ કહ્યું હતું કે, થોડા દિવસો પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શાખ ખરડાઈ તે રીતે કલાધર આર્યએ નિવેદન કર્યું હતું. આપને જણાવી દઈએ કે, કલાધર આર્યએ નાની જગ્યામાં કોલેજોને મંજૂરી આપી દીધી હોવાનું નિવેદન આપ્યુ હતું જેના કારણે યુનિવર્સિટીની શાખ ખરડાઈ, જેથી યુનિવર્સિટીના એક્ટ પ્રમાણે આ કાર્યવાહી કરવામાં આવી છે. તો વધુમાં જણાવ્યુ હતુ કે,આ કાર્યવાહીને કારણે યુનિવર્સિટીમાં આ વિભાગમાં અભ્યાસ કરતા વિધાર્થીઓના શિક્ષણને કોઇ અસર નહિ પડે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW