મોરબી રાજકોટ હાઈવે પર સ્કાય મોલ નજીક 20 વર્ષ જુનો ગેટ આવેલ છે આ ગેટ જે તે સમયે ઘડિયાળ બનાવતી સમય ઇન્ડસ્ટ્રી દ્વારા બનાવવામાં આવ્યો હતો જોકે આ ગેટ દિવસે દિવસે જર્જરિત થવા લાગ્યો હતો અને તેના કેટલાક લોખંડના ભાગ વાહન ચાલકો પર પડે તેવી શક્યતા હતી. ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાઈ અને વાહન ચાલક પર જોખમ સર્જાય તે પહેલા આજે માર્ગ મકાન વિભાગ દ્વારા આ ગેટનો જર્જરિત ભાગ દુર કરવામાં આવ્યો હતો

