મોરબીના પંચાસર રોડ વિસ્તારમાં આવેલ ચંદ્રેશ નગર વિસ્તારમાં રહેતા અને લાતી પ્લોટમાં આવેલ સુર્યા પ્લાસ્ટિક નામની ફેકટરીમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હિતેશ બાબુલાલ રામાંવત નામના યુવકનું એક સ્કોર્પિયો કારમાં બે શખ્સે એક યુવતી સાથે મળી તખ્તસિંહજી રોડ વિસ્તારમાં ધોળા દિવસે અપહરણ કર્યું હતું , જો કે અચાનક અપહરણકારોએ યુવકને મોરબી રેલવે સ્ટેશન સુધી લઈ જઈ ત્યાંથી મુક્ત કરી દીધો હતો. બનાવ બાદ યુવકે એ ડિવિઝન પોલીસે એક યુવતી અને બે શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની મળતી માહિતી મુજબ મોરબીમાં ભરબજારે ધોળે દહાડે લેબર કોન્ટ્રાક્ટરનું અપહરણ થવા અંગેની ઘટનાની વિગતો જોઈએ તો શહેરના પંચાસર રોડ ઉપર મુનનગર ચોક પાસે રહેતા અને લાતીપ્લોટ શેરી નંબર 5 અને 6ની વચ્ચે આવેલ સૂર્યા પ્લાસ્ટિક નામના કારખાનામાં લેબર કોન્ટ્રાકટ ધરાવતા હિતેશભાઈ બાબુલાલ રામાવતના કારખાનામાં કામ કરતી સગીરા આજે કારખાને કોઈને જાણ કર્યા વગર તેની બહેનપણી સાથે બજારમાં ખરીદી કરવા ચાલી જતા સગીરાની માતાએ હિતેશભાઈને કહ્યું હતું કે, તેમની પુત્રી હાલ તખ્તસિંહજી રોડ ઉપર આવેલ નવયુગ સિલેક્શન પાસે હોય તેમને કારખાને પરત લઈ આવો.બીજી તરફ સગીરાની માતાના કહેવાથી હિતેશભાઈ રામાવત સગીરાને લેવા માટે નવયુગ સિલેક્શન જતા ફરી ફોન આવ્યો હતો કે, સગીરા મહેશ્વરી કોલ્ડડ્રિંક્સ પાસે આવે છે ત્યાંથી લઈ આવો. જો કે સગીરા સાથે કોલ્ડડ્રિંક્સની દુકાને આવતા હિતેશભાઈએ સગીરાને કારખાનેથી કેમ જતી રહી તેમ કહેતા માયા સાથે ખરીદી કરવા આવી હોવાનું કહેતાં હિતેશભાઈએ હવે ખરીદી કરી લીધી હોય કારખાને પરત આવવા કહેતા તેણીએ ના પાડી હતી અને હજુ કપડા લેવા છે તેમ કહેતા ફરી સિલેક્શન નામની દુકાને ગયા હતા. જે બાદ સગીરા સિલેક્શનમા આવતા હિતેશભાઈને શંકા ગઈ હતી અને તેને સગીરાને કહ્યું હતું કે, તમેં અહીં આવ્યા હોય એવું મને નથી લાગતું મારે સીસીટીવી ચેક કરવા જોશે તેમ કહેતા જ માયા નામની યુવતી સાઈડમાં ગઈ હતી અને ફોન કરી સલીમ તેમજ રફીક નામના શખ્સોને બોલાવી લીધા હતા હિતેશભાઈ તરફ ઈશારો કરી કહ્યું હતું કે આને જ આપણો પ્લાન બગાડી નાખ્યો છે. તેમ કહેતા બન્ને શખ્સોએ હિતેશભાઈ ઉપર હુમલો કરી યુવતી સહિતના ત્રણેય શખ્સોએ સ્કોર્પિયો ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું. જો કે સરાજાહેર બનેલી ઘટના અંગે કોઈએ પોલીસને જાણ કરતા સીટી એ ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ અપહરણકાર હિતેશભાઈને લઈ રેલવે સ્ટેશન તરફ ભાગ્યા હતા જ્યા આગળ જતા હિતેશભાઈના ભાઈ અને અન્ય લોકો આવી જતા અપહરણ કરનારા લોકો હિતેશભાઈને ઉતારી નાસી ગયા હતા. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

