HomeGujaratમોરબીના જુના બસ સ્ટેન્ડથી ગુમ થયેલ બાળક ભચાઉથી મળી આવ્યું

મોરબીના જુના બસ સ્ટેન્ડથી ગુમ થયેલ બાળક ભચાઉથી મળી આવ્યું

મોરબીમા નવલખી રોડ વિસ્તારમાં રહેતા અને દોરડા પર ચાલવાના કરતબ કરી પરિવારનું ગુજરાન ચલાવતા મૂળ છતિશગઢના  કરણ રામકુમાર રામખેલાવન નામના યુવકના નાના ભાઈ નો 13 વર્ષનો દીકરો ધર્મેન્દ્ર તેમજ તેમના નાના કાકાના દીકરા ની પત્ની ધનીબાઈ  સાથે ગત તા.13 જાન્યુઆરીના બપોર ના સમયે  જુના બસ સ્ટેશન પાસે દોરડા ચાલવાનો ખેલ કરવા ગયા હતા તે દરમિયાન ધર્મેન્દ્ર અચાનક ગુમ થઈ ગયો હતો.તે દરમિયાન અચાનક ગુમ થઇ ગયો હતો. ધનીબેન અને તેમના પતિ રાહુલભાઇ બાળકની શોધખોળ કરી પરંતુ તેનો પત્તો ન લાગતાં  એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ બાળકનું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે એ ડિવિઝન પોલીસ અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણનો ગુન્હો દાખલ કરી બાળકની શોધખોળ હાથ ધરી હતી.મોરબી એલસીબી અને પોલીસની અલગ અલગ ટીમ દ્વારા બાળકનો ફોટો અલગ અલગ પોલીસ મથકમાં જાહેર સ્થળ પર તેમજ સોશ્યલ મીડિયા મારફતે વાયરલ કરી તપાસ ચલાવી હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ગુમ થયેલ બાળક ભચાઉ ખાતે ચાર રસ્તા વિસ્તારમાં હોય બાતમી આધારે એલસીબી ટીમ બાતમી વાળા સ્થળે દોડી જઇ બાળકને હેમખેમ મોરબી પરત લાવ્યું હતું અને પરિવારને સોંપ્યું હતું .

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW