HomeGujaratબાળકો વિજ્ઞાનના પ્રયોગ જાતે કરી શિક્ષણ મેળવે તે માટે સરકારી શાળાના શિક્ષકોને...

બાળકો વિજ્ઞાનના પ્રયોગ જાતે કરી શિક્ષણ મેળવે તે માટે સરકારી શાળાના શિક્ષકોને તાલીમ અપાઈ

બાળક સાંભળેલું ભૂલી જાય છે,જોયેલું થોડું થોડું યાદ રહે છે પણ જાતે કરેલું સમજાઈ જાય છે,એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી હતી. મોરબીની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પ્રવૃત્તિ શિક્ષણ મળી રહે,વિદ્યાર્થીઓ પોતાની જાતે મોડેલ બનાવે,પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરી શકે તે માટે મોરબી તાલુકાની માધાપરવાડી કુમાર અને કન્યા શાળા, કપોરીવાડી, વજેપરવાડી,લખધીરનગર,ઘુનડા(સ) નાની વાવડી કન્યા શાળા,ભરતનગર, ગોર ખોજડિયા,લીલાપર વગેરે શાળાઓના બે-બે શિક્ષકોને ગુજરાત ગેસ કંપની પરસ્કૃત ઝીલ એજ્યુકેશન દ્વારા ટર્નીગ પોઈન્ટ ટ્રેનિંગ પાંચ દિવસ સુધી આપવામાં આવી હતી.જેમાં અભ્યાસક્રમમાં આવતા વિવિધ પ્રયોગો મોડેલ શિક્ષકોને બનાવતા શીખવવામાં અને સમજાવાય છે.

જેથી શિક્ષકો આ તાલીમ વર્ગખંડમાં પોતાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી વિદ્યાર્થીઓ પણ આ મોડેલ બનાવે,વિદ્યાર્થીઓ વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરે એ નવી શિક્ષણનીતિની અને સાંપ્રત સમયની જરૂરિયાત અને માંગ છે,ત્યારે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક ડો.સીતારામ અને સંધ્યાબેન બંને તજજ્ઞોએ શિક્ષકોને જુદા જુદા 60 મોડેલ બનાવતા શીખવેલ હતા .અને આ મોડેલ્સ બનાવવા માટેનું મટીરીયલ સાધન-સામગ્રીના પાંચ બોક્સ શાળા દીઠ અર્પણ કરવામાં આવ્યા હતા.આ મટીરીયલમાંથી ઉપરોક્ત તમામ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને દરરોજ અવનવી પ્રવૃત્તિઓ કરાવી લીધેલ તાલીમનો વર્ગખંડમાં વિનિયોગ કરી રહ્યા છે, વિદ્યાર્થીઓ પણ મન ગમતી પ્રવૃત્તિ કરી વિજ્ઞાન શીખી રહ્યા છે અને પ્રવૃત્તિ સાથે જ્ઞાન મેળવી રહ્યા છે એમ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મોરબી જિલ્લાના અઘ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ જણાવ્યુ હતુ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW