HomeGujaratમોરબીમાં માર્ગોની સાઈડમાં લાગેલા ગેરકાયદે હોર્ડિંગ અટકાવવા માર્ગ મકાન વિભાગનું અલ્ટીમેટમ

મોરબીમાં માર્ગોની સાઈડમાં લાગેલા ગેરકાયદે હોર્ડિંગ અટકાવવા માર્ગ મકાન વિભાગનું અલ્ટીમેટમ

મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારમાં રાજ્ય માર્ગ મકાન વિભાગ હસ્તકના રોડની બન્ને સાઈડ મોટા પાયે હોર્ડિંગ અને બેનરોનો ખડકલો લાગી ગયો છે. મોટાભાગના વિસ્તારમાં લાગેલ હોર્ડિંગ્સ લગાવવા માર્ગ મકાન વિભાગ પાસેથી કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં આવી નથી તેમજ આ હોર્ડિંગ વાહન ચાલકોને પણ નુકશાન પહોચાડી શકે તે રીતે કોઈ પણ સુરક્ષા નિયમનું પાલન કરાવ્યા વિના ખડકી દેવાયા છે ક્યારેય ભારે પવન ફુકાય અથવા અન્ય કોઈ કારણથી જો આ હોર્ડિંગ તૂટી પડે તો કોઈ નિર્દોષ વાહન ચાલકનો જીવ જઈ શકે છે આ મુદે અગાઉ માર્ગ મકાન વિભાગ સુધી ફરિયાદ પહોચતા માર્ગ મકાન વિભાગ જાગ્યું હતું અને તાત્કાલિક અસરથી શહેરના માર્ગ મકાન વિભાગ હસ્તકના માર્ગો જેમાં ત્રાજપર ચોકડીથી નીકળી જુના હાઉસિંગ બોર્ડ, મયુર પુલથી વીસી ફાટક થઇ નહેરુગેટ ચોક નગરપાલિકા કચેરીથી શનાળા રોડ રામ ચોકથી નવા બસ સ્ટેશન ઉમિયા સર્કલથી સનાળા બાયપાસ વિસ્તાર મોરબી શહેરથી ટંકારા સુધીનો માર્ગ, મહેન્દ્રનગરથી જેતપર પીપળી રોડ, મહેન્દ્રનગર ચોકડીથી હળવદ રોડ સહિતના અનેક માર્ગની બન્ને સહિતના માર્ગોનો સમાવેશ થાય છે

માર્ગ મકાન વિભાગ દ્વારા તેમની હદ વિસ્તારમાં આવતા રસ્તા પર લાગેલ હોર્ડિંગ દુર કરવા જાહેર નોટીસ આપી છે અને આગામી ૩ દિવસમાં આ હોર્ડિંગ દુર કરવા સુચના આપી છે જો હોર્ડિંગ લગાવનાર પાર્ટી આ હોર્ડિંગ 3 દિવસમાં દુર નહી કરે તો માર્ગ મકાન વિભાગ પોતે આ હોર્ડિંગ દુર કરશે અને તેનો ખર્ચ પણ હોર્ડિંગ ધારકને ભોગવવાનો રહેશે તેવી તાકીદ પણ કરાઈ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW