જાન્યુઆરી મહિનામાં કડકડતી ઠંડી પડ્યા બાદ હવે ફેબ્રઆરીથી તેમાં રાહત મળવા લાગી છે છેલ્લા ૪ દિવસથી મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીનું જોર ઘટી રહ્યું છે તો દિવસ દરમિયાન હળવી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે.ત્યારે હવામાન વિભાગે આગામી સપ્તાહમાં મોરબી જિલ્લામાં લઘુતમ તાપમાન 14 થી17 ડીગ્રી વચ્ચે જ્યારે મહતમ તાપમાન ૩૦ ડિગ્રીથી ઉપર રહેવાની સંભાવના વ્યકત કરી છે. ઠંડીની વિદાય અને ગરમીની શરૂઆતના આ સમય દરમિયાન હાલ લોકોને મિશ્ર ઋતુનો સામનો કરવો પડી શકે છે અને તેના કારણે ફરી એકવાર શરદી ઉધરસ અને સીઝનલ ફ્લુનું પ્રમાણ પણ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

બીજી તરફ મોરબીમાં સોમવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ હતી ખાસ કરીને મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ધુમ્મસ વાળું વાતાવરણ સર્જાયું હતું. ગાઢ ધુમ્મસ ના પગલે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો વાહન ચાલકોએ અકસ્માતથી બચવા પાર્કિંગ લાઈટ અને હેડ લાઈટ ચાલુ રાખી વાહન ચલાવવા મજબુર બન્યા હતા

જાન્યુઆરી મહિનામાં હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરાવ્યા બાદ હવે ફરી વાતાવરણ પલટો આવી રહ્યો છે અને ધીમે ધીમે ઠંડીનું જોર ઘટી રહ્યું છે.અને ગરમીનું જોર વધી રહ્યું હોય તેમ ફેબ્રઆરી મહિનાની શરૂઆતથી ઠંડીમાં રાહતનો અનુભવ થઈ રહ્યો છે. રવિવારે સવારે લઘુતમ તાપમાન 15ડિગ્રી આસપાસ રહ્યું હતું તો મહતમ તાપમાન પણ 31 ડિગ્રી આસપાસ રહ્યું હતું.તો ઠંડા પવન ફૂકવવાનું પણ બંધ થઈ જતાં. દિવસ દરમિયના હળવી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. તો હવામાન વિભાગે આગામી સપ્તાહમાં ઠંડી માં મોટા પાયે ઘટાડો થવાની આગાહી પણ વ્યક્ત કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સપ્તાહમાં મોરબી જિલ્લામાં લઘુતમ તાપમાન14થી17ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે તો મહત્તમ તાપમાન 38ડિગ્રીથી ઉપર ઊંચકાશે. સાથે સાથે પવનની ઝડપ 10થી13કિમી પ્રતિ કલાકની ઝડપ રહેશે .
આગામી સપ્તાહમાં ફરી મિશ્ર ઋતુ નો અહેસાસ થવાની સંભાવના વધી છે જ દિવસ દરમિયાન હળવી ગરમીનો અહેસાસ થશે હાલ સવારે હળવી ઠંડી અને દિવસે ગરમીનો માહોલ સર્જાતા ફરી સિઝનલ ફ્લૂ તેમજ મચ્છરજન્ય બીમારી થવાની શક્યતા વધી છે.

