HomeGujaratઅભ્યારણ વિસ્તારમાં ટોળાએ હુમલો કરતા અધિકારીએ સ્વબચાવમાં કર્યું હવામાં ફાયરિંગ, અભ્યારણ વિસ્તારમાં...

અભ્યારણ વિસ્તારમાં ટોળાએ હુમલો કરતા અધિકારીએ સ્વબચાવમાં કર્યું હવામાં ફાયરિંગ, અભ્યારણ વિસ્તારમાં બિનઅધિકૃત પ્રવેશ કરી નુકસાન પહોંચાડનારા શખ્સો સામે ગુનો દાખલ

હળવદ રેન્જના અભ્યારણ વિસ્તારમાં આડેસર રેન્જના વરણું રણ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અમુક શખ્સો રણની અંદર બોરવેલ દ્વારા પાણી કાઢવાની પ્રક્રિયા કરતા હતા. જે પ્રવૃતિ અટકાવવા જતા ટોળું એકત્ર થઈ ગયું હતું. અને અધિકારી પર હુમલાની હિલચાલ કરતા અધિકારીએ સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કરી અને આજુબાજુની કચેરીને જાણ કરી આ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે બાદ રણમાંથી અભ્યારણના અધિકારીઓએ એક બાઈક, ત્રણ ટ્રેક્ટર, ટ્રોલી, બે સાયડા(બોરવેલ) સાથે કુલ રૂપિયા 18 લાખ 10 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સોને ઝડપી પાડી ત્રણેય સામે વન્ય પ્રાણી અધિનિયમ સરંક્ષણ ધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ઘુડખર અભ્યારણ વિસ્તારમાં આડેસર રેન્જના વરણું રણ વિસ્તારમાં આરએફઓ એસ.એસ.સારલા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બોરવેલ દ્વારા અભ્યારણમાં પાણી કાઢવાની પ્રક્રિયા ચાલુ હતી. જેથી કરીને અભ્યારણના અધિકારી દ્વારા બિનઅધિકૃત રીતે અભ્યારણમાં પ્રવેશ કરી અને મશીનરી દ્વારા બોર બનાવવાની કામગીરી કરતા હોય તેમજ અભ્યારણમાં નુકસાન પહોંચાડતા શખ્સોને અટકાવ્યા હતા. જોકે આ દરમિયાન માથાભારે શખ્સો દ્વારા અધિકારી સામે હુમલો કરવાની હિલચાલ કરવામાં આવી હતી. જેથી અધિકારી દ્વારા સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કરી પોતાનો અને પોતાની ટીમનો બચાવ કર્યો હતો. જે બાદ આજુબાજુની કચેરીના અધિકારીઓનું ધ્યાન દોરી મદદ માગવામાં આવી હતી. અને સ્થળ પરથી એક બાઈક કિંમત રૂપિયા 30 હજાર, એક ટ્રેક્ટર કિંમત રૂપિયા 3.50 લાખ, એક બોરવેલ કિંમત રૂપિયા 3.50 લાખ, એક ટ્રેક્ટર-ટ્રોલી કિંમત રૂપિયા 6.50 લાખ, એક ટેન્કર કિંમત રૂપિયા 50 હજાર અને એક ટ્રેક્ટર કિંમત રૂપિયા 3.80 લાખ મળી કુલ 18 લાખ 10 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તો સાથે જ 3 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ખેંગાભાઈ નોંધાભાઈ આહીર રહે.લાખાગઢ તા.રાપર, ફુસારામ મંગારામ જાટ રહે. સનાવડાકલા જિ.બાડમેર, અર્જુનકોલ વૈશાખુકોલ રહે.જેઠા મધ્યપ્રદેશ વાળા સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં ડો. ડી.એફ.ગઢવી, સી.બી.ગઢવી, ચેતન ગોસ્વામી, એસ.એમ.સારલા, કે.એમ.ત્રમટા, તેમજ વિભાગીય કચેરીના વિવિધ રેન્જના અધિકારીઓ જોડાયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW