મોરબીની દર્દનાક ઝુલતા પુલની દુર્ઘટનામાં આરોપીઓ વિરુદ્ધ ચાર્જ સીટ ફાઇલ કર્યા બાદ આરોપીઓને ચાર્જ સીટની કોપી આપવાના આવી હતી આને આ કેસમાં ચાર્જ સીટ ફ્રેમ કરવા તેમજ કેસ સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની પ્રકિયા ચાલી રહી છે. અગાઉની મુદતમાં આરોપી તરફી વકીલ દ્વારા પોલીસ દ્વારા ૭ જેટલા સાહેદોના સી આરપીસી૧૬૪ અંતર્ગત જે નિવેદન લેવામાં આવ્યા છે તેની કોપી માંગવામાં આવી હતી. જે મુદ્દે અગાઉ મેજિસ્ટ્રેટ દ્વારા સરકારી વકીલને નોટિસ ફટકારી જવાબ માગ્યો હતો જેની આજે ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા ઝૂલતા પુલ દુર્ધટના માટે મુકાયેલ સ્પેશ્યલ પબ્લિક પ્રોસ્ટી ક્યુટ ર એસ કે વોરા હાજર રહ્યા હતા.

તો સામે પક્ષે ઝડપાયેલ ૯ આરોપીઓ તરફી ૨ વકીલ હાજર થયા હતા કોર્ટ દ્વારા ૧૬૪ના નિવેદન કોપી આપવા અંગે સરકારી વકીલ વોરાને પોતાનો જવાબ રજૂ કરવા જણાવતા વોરાએ જણાવ્યું હતું કે સીઆરપીએસી ૧૬૪ની કોપી આપવી હાલ વહેલી થશે હાલ કેસની ટ્રાયલ શરૂ થઈ નથી અને તે પહેલાં આ નિવેદન કોપી તપાસ અધિકારી દ્વારા સિલ બંધ કરવામાં સોંપવામાં આવ્યુ છે આ કવર કેસની ટ્રાયલ શરૂ થયા પહેલા ખોલી શકાય નહિ જેથી આ કોપી આપવા અંગે વિરોધ કર્યો હતો તેના માટે તેમને સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદા પણ જોડયા હતા બીજી તરફ આરોપી તરફનાં વકીલ દ્વારા તેમના અસીલ આ કોપી માટે હકદાર છે આં નિવેદન આધારે તેમના અસિલની જામીન પ્રકિયા કરવામાં મદદરૂપ બની શકે છે આ અંગે બન્ને પક્ષની દલીલ સાંભળી હતી અને અરજીની કોપી આપવી કે નહિ તેમજ આ કેસ સેસેન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવા અંગેની પ્રકિયા ગુરુવાર પર છોડી હતી.

