મોરબી તાલુકા પોલીસ મથકમાં ૨૦ વર્ષ પહેલાં ૨ ચોરીની ઘટનામાં મહિલા આરોપી ફરાર હોય જેની શોધખોળ ચાલી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ચોરીના બનાવમાં ફરાર મહિલા રાજકોટમાં નામ બદલીને રહેતી હોય જેથી આ બાતમી આધારે મહિલા પોલીસ સ્ટાફને સાથે રાખી મોરબી એલસીબી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા ચોરીના ગુન્હામાં નાસતી ફરતી આરોપી સ્ત્રી નીરૂબેન ઉર્ફે નીકીતાબેન ચકુભાઇ મોહનભાઇ સોલંકી રાજકોટના લક્ષ્મીવાડી મેઇન રોડ ગોવિંદપરા-૧ સતોષી માતાજીના મંદીર સામેથી મળી આવતા પોલીસે તેની અટકાયત કરી હતી અને તેની ધરપકડ કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપી હતી. જે બાદ પોલીસે મહિલા વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.મહિલા વિરૂદ્ધ અગાઉ આઇપીસી ૩૭૯ અને ૧૧૪ અંતર્ગત ૨ ગુના નોંધાયેલ હતા અને ૨૦ વર્ષથી ફરાર હોય જેથી પોલીસે મહિલા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી હતી.

