મોરબી શહેરની જનતા દ્વારા શહેરના વિકાસની આશાએ પાલિકા ચુંટણીમાં તમામ 52 સીટ ભાજપને આપી વિજેતા બનાવ્યા હતા તો ગત વિધાનસભા ચુંટણીમાં પણ કાન્તિલાલ અમૃતિયાને પણ જંગી લીડથી વિજેતા બનાવ્યા હતા. હાલ પાલિકાથી લઇ પાર્લામેન્ટ સુધી ભાજપના હોદેદારો ચુંટાયેલ હોવા છતાં મોરબી શહેરની હાલત દયનીય બની ગઈ છે. શહેરમાં શેરી ગલીઓ અને મુખ્ય માર્ગો પર ઉભરાતી ગટર, સફાઈનો સદંતર અભાવ મોટા ભાગના વિસ્તારમાં લાઈટ દિવસ રાત ચાલુ રહેતી હોય પીવાના પાણીની સમસ્યા પણ માથું ઉચકી રહી છે ત્યારે મોરબી શહેરની પ્રજા વાતથી ત્રાસી ગઈ છે ત્યારે અવાર નવાર આ મુદે ધારાસભ્ય અને રાજ્ય સરકાર સુધી રજુઆત કરી થાકી ગયા છે.
ત્યારે આજે ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ પાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખ, સદસ્યો તેમજ પાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને શહેરના વિવિધ વિભાગની કામગીરી અંગે માહિતી મેળવી હતી. જેમાં ચોકાવનારી માહિતી સામે આવી હતી મોરબી પાલિકા પાસે સ્વભંડોળ સંપૂર્ણ પણે વપરાઈ ગયું છે. તો પાલિકાની આવક હાલ નહિવત છે. પીજીવીસીએલનું 4 કરોડ જેટલું લાઈટ બીલ ભરવાનું પણ બાકી છે અને જો આગામી દિવસમાં બીલ નહિ ભરાય તો કનેક્શન પણ કાપવું પડે તેમ છે તો સફાઈનો કોન્ટ્રકટ જે કંપનીને આપવામાં આવ્યો છે તેમનું પણ ૩ મહિનાકરતા પણ વધારે સમયથી પેમેન્ટ કરવામાં આવ્યું નથી હાલ ટેક્સ કલેક્શન પણ ખુબ નહિવત હોવાન કારણે પાલિકાને આગામી દિવસમાં ખર્ચ કાઢવા પણ મુશ્કેલ થઇ પડે તેવી સંભાવના વ્યક્ર્ત કરવામાં આવી હતી. જેમાં સ્ટ્રીટલાઈટ મુદે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પાલિકા વિસ્તારમાં 6000 જેટલી સ્ટ્રીટલાઈટ નવી નાખવામાં આવી હતી જોકે તેના બદલે જે જૂની લાઈટ ક્યાં મુકવામાં આવી તેની પણ શાખા અધિકારીને ખબર નથી શાખા અધિકારી દ્વારા આ લાઈટ રોશની વિભાગના ચેરમેનને આપી હોવાનો દાવો કર્યો હતો રોશની વિભાગના ચરમેન દ્વારા તેને આ અંગે કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું

શહેરની સફાઈ કામગીરી વિશે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પાલિકા દ્વારા 8 મહિના પહેલા એક ખાનગી એજન્સીને મશીનથી સફાઈ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેને શરુઆતમાં દિવસ રાત સફાઈ કામગીરી કરી પરંતુ બીલની સમયસર ચુકવણી ન થતા હાલ કામગીરી ટલ્લે ચઢાવી દેવાઈ છે ત્રણ ચાર મહિનાથી તો તેઓને પેમેન્ટ પણ ન થયા હોવાનું સામે કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે ધારાસભ્ય દ્વારા પાલિકાના સફાઈ સાધનોને રીપેરીંગ કામ કરી પાલિકાના કર્મચારી પાસે સફાઈ કામગીરી કરાવવા તાકીદ કરી હતી
શહેરના રોડ રસ્તાની ગુણવતા મુદે પણ ચર્ચા થઇ હતી જેમાં દરેક ધારાસભ્યોને તેના વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન બનેલા રોડ કે જે ગેરેંટી પીરીયડ પહેલા તૂટી ગયા હોય તેવા રોડની યાદી આપવાં જણાવ્યું હતું અને કોન્ટ્રાકટર અને પાલિકા દ્વારા સાથે મળી રસ્તાના રીપેરીંગ કામ કરવા અંગે સહમતી વ્યક્ત કરવામાં આવી હતી

