HomeGujaratમાવઠાનો માર: બનાસકાંઠા જિલ્લામાં શિયાળામાં અષાઢી માહોલ સર્જાયો, ધરતીપુત્રોને લાખોનું નુકશાન

માવઠાનો માર: બનાસકાંઠા જિલ્લામાં શિયાળામાં અષાઢી માહોલ સર્જાયો, ધરતીપુત્રોને લાખોનું નુકશાન

કડકડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો આવતા ધરતી પુત્રો ચિંતિત બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં શનિવારની મોડી રાત્રે વીજળીના ચમકારા અને મેઘ ગર્જના સાથે વરસાદ તુટી પડતાં ખેડૂતોમાં ચિંતા વધી ગઇ છે. ઉત્તર ભારતમાં પડી રહેલી હીમ વર્ષાને પગલે રાજ્ય ભર માં છેલ્લા એક માસ થી કડકડતી ઠંડી માં લોકો ઠુઠવાઈ રહ્યા છે.

ત્યારે બનાસકાંઠા સહિત ગુજરાત તેમજ રાજસ્થાન ના સિરોહી જિલ્લા માં શિયાળા માં અષાઢી માહોલ સર્જાતાં ધરતીપુત્રોને મોઢે આવેલો કોળીયો છીનવાઈ રહ્યો છે.aઆવા સમયે સરકાર દ્વારા ઝડપી ખેતી નુકશાન બાબતે સર્વે કરાવી વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માં માંગ ઉઠી છે.બનાસકાંઠા સહિત રાજસ્થાન ના સિરોહી જિલ્લા માં શનિવાર ની મોડી રાત્રે વીજળી ના ચમકારા અને મેઘ ગર્જના સાથે રહી રહીને વરસાદ તુટી પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી લોકોને શિયાળા માં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. સતત વરસાદ ના લીધે ખેતરો માં લહેરાતો તેમજ તૈયાર થયેલો પાક બગડી ગયો હતો તો બીજી બાજુ પાલનપુર નજીક ના પારપડા ગામ માં આકાશી વીજળી પડતાં નવ જેટલા પશુઓ ના મોત નીપજતાં પશુપાલક માથે આભ તુટી પડ્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં માં પડેલા ગાજવીજ સાથે વરસાદ બાદ ખેતરો માં લહેરાતો વરિયાળી,બટાકા,રાયડો,જીરું, ઇસબગુલ શાકભાજી સહિત ઘાસચારા ને નુકશાન થવા નું ખેડૂતો એ જણાવ્યું હતું.જિલ્લા માં શનિવાર ની મોડી રાત્રે શરૂ થયેલો કમોસમી વરસાદ થી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ ના પાણી ભરાઈ ગયા હતા જેથી લોકો ને અવરજવર માં અનેક પરેશાની વેઠવી પડી હતી.જિલ્લા માં સોથી વધુ ખેડૂત તેમજ પશુપાલકો વસવાટ કરે છે.

જે તમામ ખેડૂતો ખેતી કરી ગુજરાન ચલાવે છે પરંતુ કમોસમી વરસાદે કમ્મર તોડી નાખી દેતા ખેડૂતો મુજવણ માં મુકાઈ ગયા હતા.બનાસકાંઠા જિલ્લામાં માં ભારે વરસાદ પડતાં ખેતી પાક ને નુકશાન થયું છે જે નુકશાનીનું સરકાર ઝડપી સર્વે કરાવી વળતર ચૂકવે તેવી માંગ ઉઠી છે. બનાસકાંઠા જિલ્લામાં શનિવાર ની મોડી રાત્રે પવન ના સૂસવાટા સાથે વરસાદ તુટી પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જોકે પવન ના લીધે ખેતરો માં લહેરાતા પાક નો સોથ વળી ગયો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW