મોરબીના લાલપર ગામમાં મોરબી જીલ્લાનો પોલીસ લોકદરબાર યોજવામાં આવ્યો હતો જેજેમાં એસ પી રાહુલ ત્રિપાઠીએ ગુજરાત ભરમા વ્યાજખોરો વિરુદ્ધમા ચલાવાતા સધન અભિયાનમા અનેક વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામા આવેલ છે. ત્યારે મોરબી જીલ્લાના લોકોએ નિર્ભય પણે આસપાસમા આવા લોકો વ્યાજખોરોના ચુંગાલમા ફસાયા હોય તો તેની માહિતી આપવા જણાવ્યું હતું. સાથે માહીતી આપનારનુ નામ ખાનગી રાખવામા આવશે તેવી ખાતરી આપી હતી આ લોક દરબારમા લાલપર ના પુર્વ સરપંચ અને તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયાએ પણ મોરબી જીલ્લામા ગુનાખારી ધટાડવા ગામ લોકો એ સહકાર આપવા આગળ આવવા આહ્વાન કર્યુ હતું.આ તકે મોરબી તાલુકા પી આઇ કે.એ.વાળાએ મોરબી તાલુકામા પણ 35 લોકદરબાર યોજી અનેક લોકો ને જાગૃત કરી અભિયાન તેજ કર્યું છે.આ કાર્યક્રમમા લાલપર ગ્રામ પંચાયત સરપંચ રમેશભાઇ વાસદડીયા ,ઉપસરપંચ રાજુભાઇ જેતપરીયા, ગ્રામ પંચાયત સભ્યો તથા તાલુકા પોલીસ કર્મી તથા મોટી સંખ્યા મા વડીલ ભાઇઓ- બહેનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

