HomeGujaratમોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં 90 દિવસ બાદ 1262 પેજની ચાર્જ સીટ ફાઈલ...

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં 90 દિવસ બાદ 1262 પેજની ચાર્જ સીટ ફાઈલ કરતી પોલીસ

દેશભરમાં ચકચાર મચાવનાર મોરબી ઝુલતાપુલ દુર્ઘટનામાં પોલીસે અંતે 90 દિવસ બાદ ચાર્જ સીટ ફાઈલ કરી દીધી છે દુર્ઘટનાની રાત્રે ઓરેવા ગ્રુપના મેનેજર દીપક પારેખ દિનેશ દવે, બ્રીજ મેન્ટેન્સ કરનાર કંપની દેવ પ્રકાશ સોલ્યુશનના માલિક પ્રકાશભાઈ લાલજી પરમાર અને દેવાંગભાઈ પ્રકાશભાઈ પરમાર મનસુખ વાલજીભાઈ ટોપિયા,માદેવ લાખાભાઈ સોલંકી, અલ્પેશભાઈ ગળાભાઈ ગોહિલ,મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણ, દિલીપ ગલાભાઈ ચૌહાણ સહિતના આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાઇ હતી.

આ કેસમાં આજે પોલીસ દ્વારા એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ૧૨૬૫ પેજની ચાર્જશિટ ફાઈલ કરવામાં આવી છે.જેમાં પોલીસે 9 આરોપી સામે નામજોગ તેમજ ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સહીત 10 આરોપીના નામ રજુ કરવામાં આવ્યા છે. પોલીસે રજુ કરેલી ચાર્જ દાખલ કરવામાં આવી હતીજેમાં પોલીસે 367 સાહેદ તરીકે રજુ કર્યા છે સાથે સાથે એફ આઈ આર કોપી મૃતકના ડોકટરી પ્રમાણપત્ર, દુર્વિઘટનામાં ઈજાગ્રસ્ત દર્દીની સારવાર કરનાર હોસ્પિટલના તબીબ દ્વારા રજુ કરવામાં આવેલ રીપોર્ટ ઉપરાંત એફ એસ એલ રીપોર્ટ આરોપીઓના ઓળખકાર્ડની ફોટોકોપી તેમજ તપાસ દરમિયાન જે જે ડોક્યુમેન્ટ કાર્યવાહી કરવામાં આવી છે તેવા અનેક દસ્તાવેજ સાથે 1262 પેજની ચાર્જ સીટ ફાઈલ કરવામાં આવી છે

આ કેસની આગળની સુનવણી 30 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે અને સમગ્ર કેસની ટ્રાયલ આ ચાર્જ સીટ આધારે ચાલશે અને આગામી સુનવણી હાથ ધરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW