મોરબીના મહેન્દ્રનગર ગામની નજીકના વિસ્તારમાં રહેતા એક પરિવારની 16 વર્ષની સગીર વયની દીકરીનું વાવડી રોડ વિસ્તારમાં આવેલ કારિયા સોસાયટીમાં રહેતો આદીલ ગફારભાઈ સોલંકી નામનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી લલ્ચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયો હતો આ બનાવમાં સગીરાના પિતાએ જે તે સમયે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે આરોપી આદીલ સોલંકીની ધરપકડ કરી હતી અને જેલ હવાલે કર્યો હતો અ દરમિયાન કેસની ચાર્જ સીટ ફાયલ થતા કેસ ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી ગયો હતો જેની આજે પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ પીસી જોષીની કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે 18 મૌખિક પુરાવા અને 24 દસ્તાવેજી પુરાવાના આધારે આજે કેસમાં આદેશ આપ્યો હતો જેમ અલગ અલગ ગુનામાં આઈપીસી 363 અંતર્ગત ૩ વર્ષની કેદ 2000 નો દંડ આઈપીસી આઈપીસી ૩૬૬ અંતર્ગત 5 વર્ષની કેદ અને 3000નો દંડ ફટકાર્યો હતો.

