HomeGujaratમોરબી જિલ્લાના 5 નવનિયુક્ત ધારાસભ્યોનું સિરામિક એસો.એ કર્યું સન્માન

મોરબી જિલ્લાના 5 નવનિયુક્ત ધારાસભ્યોનું સિરામિક એસો.એ કર્યું સન્માન

તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં મોરબી જિલ્લામાં આવતી 5 વિધાનસભા બેઠકમાં ભાજપના ધારાસભ્યો વિજેતા બનતા ઠેર ઠેર સન્માન સમારોહ યોજવામાં આવી રહ્યો છે ત્યારે ગુરુવારના રોજ મોરબી સિરામિક એશોશિએશન દ્વારા જિલ્લામાંથી ચૂંટાઈને આવેલ 5 ધારાસભ્યનો સનાળા ગામ ખાતે આવેલ પટેલ સમાજવાડી ખાતે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરાયું હતું આ સનમાન સમારોહ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાના અઘ્યક્ષ સંસ્થાને યોજાયો હતો આ સમારોહમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા વાકાનેર ધારાસભ્ય જીતુભાઇ સોમાણી ટંકારા ધારાસભ્ય દુર્લભજી દેથરિયા કાલાવડ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સિરામિક મેન્યુફેકચરીંગ એસોસિયેશનના અલગ અલગ વિભાગના પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા હરેશભાઈ બોપલિયા કિરીટભાઈ ભાલોડિયા તેમજ વિનોદભાઈ ભાડજા સહિતના આગેવાનોએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને આગામી દિવસોમાં ઉદ્યોગ દ્વારા રાજ્ય સરકારને જરૂરી સહયોગ આપશે તેમજ સરકાર દ્વારા પણ તેમની જરૂરિયાતને સમજી સકારાત્મક નિર્ણય લઈ ઉધોગનના વિકાસને વેગ આપશે તેવી આશા વ્યક્ત કરી હતી.

.આ તકે અગ્રણી ઉદ્યોગપતિ અને પદ્મશ્રી વિજેતા સવજીભાઈ ધોળકિયા પૂર્વ મંત્રી અને પ્રદેશ ભાજપનાં ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા સહિતના હાજર રહ્યા હતા તેઓએ પ્રસંગને અનુરૂપ પોતાનું પ્રવચન આપ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW