મોરબી જીલ્લામાં દેશીદારૂનું ગેરકાયદે વેચાણ મોટા પાયે ફૂલ્યું ફાલ્યું છે જિલ્લાના મોટા ભાગના ગામમાં અને શેહરી વિસ્તારમાં દેશીદારૂનું વેચાણ વધ્યું છે ત્યારે આવાં ગેરકાયદે વેચાણ પર અંકુશ લાવવા ડીઆઈજી અશોકકુમાર યાદવ એસપી રાહુલ ત્રિપાઠીની સુચનાથી મોરબી એલસીબી એસઓજી,મોરબી તાલુકા માળિયા તેમજ હળવદ પોલીસ સ્ટેશનના 8 અધિકાર સહીત 60 જેટલા પોલીસ કર્મીઓએ એક સાથે કોમ્બિંગ કરી ડ્રોન કેમેરા લઇ માળિયા તાલુકાના નવા ગામમાં ત્રાટકી હતી અને ગામની સીમમાં અવવરુ જગ્યાએ ચાલતા દેશી દારૂ બનવવાની ભઠ્ઠી 4 ભઠ્ઠી પકડી પડી હતી અને સ્થળ પરથી ૧૩૫૦ લીટરનો આથો પકડી પાડ્યો હતો જયારે આ દેશી દારૂની ભઠ્ઠીનો વેપલો મેહબૂબ ઈશાભાઈ જામ ગફૂર ઈશાભાઈ જામ અને રશીદાબેન અબ્દુલભાઈ જામને ઝડપી લીધા હતા જયારે અબ્દુલ ઉર્ફે પોપો અહેમદભાઈ જામ તેમજ જુમાભાઈ હેદરભાઈ જામ ફરાર થઇ ગયા હતા. આ બનાવમાં પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

