મોરબી એલસીબી ઇન્ચાર્જ પી આઈ કે જે ચૌહાણ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક નંબર પ્લેટ વિના બાઈક લઈને ત્રાજપર ચોકડી નજીક પસાર થઇ રહ્યો હોય જે ચોરાઉ બાઈક હોવાની આશંકા હોય બાતમી આધારે એલસીબી ટીમે બાઈક સવારને રોકી તેનું નામ પૂછતાં તેનું નામ નવઘણ અમરશી પરમાર અને સામખીયારીના શુભમ સોસાયટીમાં રહેતા હોવાનું જણાવ્યું હતું બાદમાં તેની પાસેના બાઇકના આરસી બુક અંગે પૂછપરછ કરતા કાગળ ન હોવાનું જણાવતા બાઈક ચોરીનું હોવાની આશંકા પ્રબળ બની હતી જેથી પોકેટ કોપ એપ્લીકેશન થી બાઈકના એન્જીન નંબરની તપાસ કરતા બાઈક બી ડીવીઝન પોલીસ મથકમાં ચોરી થયા હોવાનું સામે આવતા પોલીસે આરોપી નવઘણ પરમારની અટકાયત કરી હતી અને તેની પુછ્પરછ કરતા આ શખ્સ અન્ય ત્રણ બાઈક ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે મોરબી શહેરમાંથી ચોરાયેલ ત્રણ સ્પ્લેન્ડર પ્લસ બાઈક અને એક બજાજ ડિસ્કવર મળી કુલ રૂ ૭૩૦૦૦ ની કિમતના 4 બાઈક કબજે કર્યા હતા

