હળવદના મહર્ષિ રેસીડેન્સી, રાણેકપર રોડ વિસ્તારમાં રહેતા અમનભાઇ ઇશ્વરભાઇ ભલગામા નામના ટ્યુશન સચાલક દ્વારા ભરતભાઇ રાણાભાઇ રબારી પાસેથી રૂ. 4 લાખ વ્યાજે લીધેલા હતા અને જે બાદ સમયાન્તરે અમનભાઈએ આરોપીને મુદલ તેમજ વ્યાજ સહીત રૂપીયા સાત લાખ દસ હજાર ચુકવી દીધેલ હોવા છતા આરોપીએ રૂપીયા બે લાખ તથા છ માસનું વ્યાજ લેવાનું બાકી રહે છે તારી પાસે રૂપીયા છે કે નહી એ મારે જોવાનું નથી મારે રૂપીયા જોઇએ અને રૂપીયા ન હોય તો ગાડી મુકી જાવ તેમ કહી પઠાણી ઉઘરાણી કરી ટ્યુશન સંચાલકની GJ-36-L-3068 નંબરની આઠ લાખ ત્રીસ હજારની કાર બળબજરીથી પડાવી લઇ ગયો હતો બનાવ અંગે અમનભાઈએ ભરત રબારી વિરુદ્દ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી

