મોરબીના પીપળી રોડ પર આવેલ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં તસ્કરો ત્રાટક્યા હતા અને ફેક્ટરીમાંથી ગજાનંદ એન્જીનીયરીંગ વર્કનું સ્લોટીગ મશીન તેને કન્ટ્રોલ કરવાનું એસી ડ્રાઈવ તેમજ 5 ડાઈ સહીત રૂ 9.25 લાખની કિમતના મુદામાલની ચોરી કરી લઇ ગયા હતા આ અંગે ફેક્ટરીના માલિક જીતેન્દ્રકુમાર અરજણભાઈભાઈ ભેસદડિયાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે તાલુકા પોલીસ ની ટીમે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી ઘટનામાં ફેક્ટરી માલિકને તેમની ફેકટરીમાં કામ કરતા કેટલાક ઈસમો વિરુદ્ધ આશંકા હોવાથી પોલીસે ફેક્ટરીમાં લાગેલ સીસીટીવી કેમેરા તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાની તપાસ કરતા આરોપીઓ ચોરી કરતા નજરે પડ્યા તેમજ આરોપીઓ ફેકટરીમાં હાજર ન હોવાથી આશંકા વધુ પ્રબળ નાતા પોલીસે તમામ આરોપીની શોધખોળ કરતા આરોપીઓ રાજસ્થાન તરફના હોવાની માહિતી મળતા પોલીસ રાજસ્થાનના ઉદયપુર પહોચી હતી

અને રાજસ્થાન પોલીસની મદદથી પોલીસે ગણેશ શાંતિલાલ દુભાશે,ગોવિંદ દિનકર ધાધવડ,બ્રિજેશકુમાર શ્રીરામાં આશરે.રાજકમલ ગંધર્વ સિંહ રાજપૂત બીશનુંને ઝડપી લીધા હતા તેમજ ચોરી થયેલ મશીન તેમજ જે વાહનમાં મશીન લઇને ગયા હતા તે MH15HH 8669 નંબરના આઈસર ટ્રક સહીત રૂ 19.25 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો આરોપીઓ પાસેથી ચોરી થયેલ મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

