HomeGujaratમોરબીમાં કેશિયર પાસેથી રૂ.29 લાખની લૂંટનો ગુનો ઉકેલાયો: 7 આરોપીની ધરપકડ, ફેક્ટરીમાં...

મોરબીમાં કેશિયર પાસેથી રૂ.29 લાખની લૂંટનો ગુનો ઉકેલાયો: 7 આરોપીની ધરપકડ, ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીએ જ આપી હતી ટીપ

મોરબીના બેલા રોડ પર આવેલ કલેક્શન કનો પ્રા.લી. નામની ફેક્ટરીમાં કેશિયર તરીકે કામ કરતા ચંદ્રેશભાઇ રવજીભાઇ શિરવી તા .૧૫/૧૨/૨૦૨૨ ના સાંજે કારખાનેથી નવી પીપળી ગામ ખાતે તેના ઘરે જતા હતા તે દરમિયાન જૂની અને નવી પીપળી ગામ વચ્ચે આવેલ કાચા રોડ પર અજાણી ફીર વ્હીલ કારે તેમની બાઈક સાથે કાર ભટકાડી પાડી દીધા હતા અને કારમાંથી ત્રણ માણસો ચંદ્રેશ ભાઈને માર માર્યો હતો તેમજ તેમની પાસે રહેલા રૂ 29 લાખ રોકડા ભરેલ થેલો ઝુંટવી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ચંદ્રેશભાઈ વિરુદ્ધ ગુન્હો નોધિ આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

લુટના ગુનામાં આરોપીઓ કે તેમના કાર અંગે ફરીયાદી કોઈ પ્રકારની માહિતી ન હોવાથી પોલીસ તપાસ મુશ્કેલ બની હતી જોકે એસપી રાહુલ ત્રિપાઠીની સુચનાથી મોરબી તાલુકા પોલીસની ટીમે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી દરમિયાન મોરબી એલસીબી ઇન્ચાર્જ પી આઈ કે જે ચૌહાણ,પીએસઆઈ એ એચ ચુડાસમા અને તેમની ટીમ ટેકનીકલ સર્વેલન્સ તેમજ બાતમીદારોને સક્રિય કરી તપાસ કરી રહી હતી પ્રાથમિક તપાસમાં બનાવ સ્થળની વિઝીટ કરી પ્રથમ આરોપી કારખાનામાં કામ કરતા હતા તે કારખાનામાં કામ કરતા અન્ય સહ કર્મચારી તેમજ જરૂરી શકમંદોની પૂછ પરછ કરવામાં આવેલ, ઉડાણ પૂર્વકના તપાસ દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજના તથા ટેકનીકલ સર્વેલન્સ માધ્યમ થી જાણવા મળેલ કે આ કામના ફરીયાદી જે કારખાનામાં કામ કરે છે તેઓની સાથે કામ કરતા કર્મચારીએ આ બાબતે ટીપ આપેલ હોય અને ગુનાને અંજામ આપનાર આરોપીઓ હોન્ડા સીટી તેમજ બલેનો ગાડીનો ઉપયોગ કરેલ હોય અને લુટના ગુનાને અંજામ આપતા પહેલા આરોપીઓએ કારખાનાથી લઇ ઘટના સ્થળ સુધીની અગાઉથી રેકી કરેલનું જાણવા મળેલ તેમજ બનાવના દિવસે ફરીયાદી સેંકડ મ સ કેટરીએથી ઘર તરફ જવા નીકળતા બે લુંટના ગુનાને અંજામ ખાપત થય. જે ગુન્હાને બંજામ આપનાર ૭ ઇસમોને ઝડપી લીધા હતા આ ગુનામાં ગયેલ મુદામાલ પૈકીના રૂ ,૧૫,૦૦,૦૦૦/- તથા ગુનામાં વપરાયેલ ત્રણ ફોર વ્હીલ કાર, મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.

પ્રાથમિક તપાસમાં ફેકટરીમા કામ કરતા અર્જુનગીરી નારદગીરી ગોસાઈ દ્વારા મયુરભાઈ ઉર્ફે મયુરસિંહ દીલીપસીહ ડોડીયાને ટીપ આપી હતી અને બાદમાં અન્ય આરોપીઓએ સાથે મળી લુટની ઘટનાને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો હતો આરોપીઓએ અગાઉ લુટ કરવા કારખાનેથી તેના ઘર સુધી રેકી પણ કરી હતી અને લુટ માટે જગ્યા પીપળી રોડનો કાચો રસ્તા પસંદ કર્યા હતા

ઝડપાયેલ આરોપી

(૧) અર્જુનગીરી નારદગીરી ગોસાઈ ગોસાઇ – સા ય. ૨૨ રહે હાટ શિવપાર્ક, વેજીટેબલરોડ, ઉમા ટાઉનશીપ પાછળ, મૂળ રહે. સૌન્દ્રા તા.ચુડા જિ. સુરેન્દ્રનગર,

(૨) ભગવાન ઉર્ફે ભગો સ/ઓ કરશનમાંઇ આલ ઉ વ.૩૦ રહે. હરીપર તા. ધ્રાંગધ્રા જિ. સુરેન્દ્રનગર

(૩) દશરથ ઉર્ફે લાદેન જાલુભાઇ પરમાર ઉવ. ૨૮ ધંધી માટીનો વેપાર રહે, હરીપર તા, પા, જિ સુરેન્દ્રનગર

(૪) મહિપાલસિંહ ઉર્ફે મહીપતસિંહ અભેસંગ ગોહીલ ઉ.વ.૨૭ રહે.સુખપર તા હળવદ જિ. મોરબી

(૫) મયુરભાઈ ઉર્ફે મયુરસિંહ દીલીપસીહ ડોડીયા રહે હાલ ચોટીલા, થાન રોડ, રુદ્ભુમી સોસાયટી, ખુશીનગર સોસાયટીની , મુળ રહે. ચુડા, તા.ચુડા જિ. સુરેન્દ્રનગર

(૬) રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજાભા દિલીપસિંહ લીંબોલા ર૮ રહે ગૌરી ઘનશ્યામપુર ના હળવદ જિ. મોની

(7) શકિતસિહ ઉર્ફે ભાણો નીનુભા ગોહિલ રહે હળવદ સરારોડ, રઘુનંદન સોસાયટી, તા. હળવદ જિ. મોરી

  • પકડવાના બાકી આરોપીના નામ સરનામાં છે.

(૧) મનીષ સોલંકી જાતે દેવીપુજક કે ચોટીલા થાનોડ, ભુમી કૉમાથટી

  • કબજે કરેલ મુદામાલ

(૧) મુદામાલના રોકડા રૂપીયા ૧૫,૦૦,૦૦૦/-

(૩) બલેનો કાર નં.જીજે ૧૩ સીએ 0008 કિં.૪,૦૦,૦૦૦/-

(૩) હોન્ડા સીટી કાર નં.જીજે-૦૪-એપી-૧૦૯ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- (૪)

કા કાર નંબર પ્લેટ વગરની કિ.રૂા.૭,00,000/-

(૫) મોબાઇલ ફોન નંગ – ૬ કિ.૩૦,૫૦૦/- મળી કુલ કિં.૨૮,૩૦,૫૦૦/-

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW