મોરબીના લીલાપર રોડ કાળી પાટના નાલા પાસે આવેલ ખુલ્લા મેદાનમાં કેટલાક શખ્સ જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા દિનેશભાઇ લક્ષ્મણભાઇ ઉચાણા રહે. ગોકુલનગર મકનસર, હરેશભાઇ કાનજીભાઇ ફુલતરીયા આલાપ રોડ, પટેલ નગર નાગજીભાઇ ગોકળભાઇ દેગામા રહે. લીલાપર રોડ કાળી પાટના નાલા પાસે, અશ્વિનભાઇ કરશનભાઇ નાગપરા રહે. આલાપ રોડ, નવરંગ પાર્ક-૧, સુનિલભાઇ મગનભાઇ દેગામા લીલાપર ગામ , રજનીભાઇ મહાદેવભાઇ દેત્રોજા, આલાપ રોડ, સહયોગ સોસાયટીને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ 7040 રોકડ તેમજ જુગાર સાહિત્ય સહીતનો મુદામાલ જપ્ત કર્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

