HomeGujaratરાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોની મત ગણતરી ૮મી ડિસેમ્બરે થશે.

રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોની મત ગણતરી ૮મી ડિસેમ્બરે થશે.

રાજકોટમાં આઠ વિધાનસભા બેઠકોની મત ગણતરી ૮મી ડિસેમ્બરે કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે રિસિવિંગ સેન્ટર ખાતે યોજાશે. અહીં આઠ વિધાનસભાના સ્ટ્રોંગરૂમમાં ૧૪-૧૪ ટેબલ પર સવારે ૮ વાગ્યાથી ૧૪ સુપરવાઈઝર, ૧૪ આસિસ્ટન્ટ સુપરવાઈઝર, ૧૪ માઈક્રો ઓબ્ઝર્વર દ્વારા મતગણતરી શરૂ થશે.

જનરલ ઓબ્ઝર્વર્સ, જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુ, અધિક ચૂંટણી અધિકારી એસ.જે. ખાચર, આઠ વિધાનસભાના ચૂંટણી અધિકારીઓ તેમજ વિધાનસભા બેઠકના રાજકીય પક્ષોના ઉમેદવારો, અપક્ષ ઉમેદવારોની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગરૂમ ખુલશે અને પછી મતગણતરી શરૂ થશે.

સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થશે.બાદમાં ઈ.વી.એમ.થી મત ગણતરી શરૂ થશે. સમગ્ર મત ગણતરી પ્રક્રિયા દરમિયાન આશરે ૧૫૦૦ જેટલા અધિકારીઓ-કર્મચારીઓ જોડાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW