મોરબી જીલ્લાની ત્રણ બેઠક સહીત રાજ્યની 89 બેઠક પર આજે મતદાન યોજાયું હતું જેમાં અલગ અલગ બુથ પર મતદાન પ્રકિયા હાથ ધરવામાં આવી હતી મતદાન પૂર્વે ચુંટણી કામ જોડાયેલ કર્મચારીઓ દ્વારા મોકપોલ કરવામ આવતું હોય છે ત્યારે મોરબી જીલ્લાની ત્રણ બેઠકમાં અલગ અલગ બુથ પર કન્ટ્રોલ યુનિટ બેલેટ યુનિટ તેમજ વિવીપેત મળી કુલ 37 મશીનમાં ખામી સર્જાતા તાત્કાલિક બદલવામાં આવ્યા હતા
બેઠક મુજબ જોઈએ મોરબી- માળીયા બેઠક પર 3 બેલેટ યુનિટ,6 કન્ટ્રોલ યુનીટ તેમજ 4 વિવીપેટ મળી 13 મશીન ખરાબ થતાં તાત્કાલિક ધોરણે તેમને બદલવા પડ્યા.હતા આ ઉપરાંત ટંકારા બેઠકમાં 2 બેલેટ યુનિટ,2 કન્ટ્રોલ યુનીટ તેમજ 1 વિવીપેટ મળી કુલ 5 યુનિટ મોકપોલ વખતે ખરાબ નીકળ્યા હતા વાંકાનેર બેઠકની વાત કરીએ તો 4 બેલેટ યુનિટ,7 કન્ટ્રોલ યુનીટ તેમજ 8 વિવીપેટ મળી કુલ 19 મશીન બગડ્યા હતા

