વિધાનસભા ચુંટણીમાં હવે ઉમેદવારો ફાઈનલ થતાની સાથે j ચુંટણી પ્રચાર તેજ ગતિએ આગળ વધી રહ્યો છે અને ભાજપ કોંગ્રેસના કાર્યાલય હાલ ધમધમી રહ્યા છે ત્યારે મોરબીમાં ભાજપના ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા દ્વારા હાલના કાઉન્સિલરની સાથે સાથે હવે મોરબી નગરપાલિકામાં અગાઉ ચુટાયેલા ભાજપના કાઉન્સિલરને ફરી પક્ષના કાર્યક્રમમાં જોડવાનું આયોજન કર્યું છે અને તેના ભાગરૂપે
મોરબી નગરપાલીકામાં જનસંઘથી લઇ ભાજપના નામેથી ચુંટાયેલા પક્ષના પૂર્વ કાઉન્સીલર્સનુ અમુલ્ય યોગદાન રહ્યુ છે. મોરબી નગરપાલીકામાં ચુંટાયેલા પૂર્વ કાઉન્સીલર્સ માટે મોરબી-માળીયા-૬૫ વિધાનસભાના ભા.જ.પ. ના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા દ્વારા પૂનઃમિલનકાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે, આ કાર્યક્રમ 18 નવેમ્બરના રોજ સાંજે 7 કલાકે વિધાનસભા ચુંટણીમાં મોરબી માળિયા બેઠકના મધ્યસ્થ કાર્યાલય ખાતે યોજાશે આ કાર્યક્રમમાં પાલિકાના પૂર્વ અને હાલના તમામ કાઉન્સીલર્સને સહપરિવાર સમયસર પધારવા કાંતિભાઈ અમૃતિયા દ્વારાઆમંત્રણ આપવામાં આવ્યું છે


