HomeGujaratમોરબી : શેરીમાંથી કાર ધીમી ચલાવવા મુદે યુવાનો વચ્ચે મારામારી સામાસામી ફરિયાદ

મોરબી : શેરીમાંથી કાર ધીમી ચલાવવા મુદે યુવાનો વચ્ચે મારામારી સામાસામી ફરિયાદ

મોરબી શહેરની ભાગોળે આવેલા શનાળા ગામમાં રહેતા પંકજ પ્રેમજી વાઘેલા નમનો યુવાન શનાળા ગામ પાસે આવેલ મુરલીધર હોટેલ પાસે બેઠા હતા તે દરમિયાન નિતીનભાઈ મહેશભાઈ સોલંકી નામનો યુવક કાર લઈને ત્યાંથી નીકળ્યો હતો નીતિને કાર પંકજની બાજુમાંથી ચલાવતા તેને કાર બાજુમાં ન ચલાવવાનું કહેતા આરોપી નીતિન ઉશ્કેરાઈ ગયો હતો અને તેના ભાઈ રાહુલભાઈ મહેશભાઈ સોલંકી તેમજ તેના પિતા મહેશભાઇ બાબુભાઇ સોલંકીને સાથે લાવી પંકજ પર હુમલો કરી દીધો હતો અને ધોકા અને પાઈપ વડે હુમલો કરી ઈજા પહોચાડી હતી જે બાદ પંકજને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અંગે પંકજભાઈએ એ ડીવીઝન પોલીસ મથકે નિતીનભાઈ મહેશભાઈ સોલંકી રાહુલભાઈ મહેશભાઈ સોલંકી મહેશભાઈ બાબુભાઈ સોલંકી વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી સામે પક્ષે મહેશભાઇ બાબુભાઇ સોલંકીએ પણ એ ડીવીઝન પોલીસ મથકમાં મહીપત ઉર્ફે ભુરો રવજીભા વાઘેલા, સંજય ઉર્ફે ગોવીંદ મનસુખભાઇ વાઘેલા, નિતીન ઉર્ફે લાલો ધનજીભાઇ સોલંકી,પંકજ પ્રેમજીભાઇ વાઘેલા મયુર પ્રેમજીભાઇ વાઘેલા પ્રકાશ મનસુખભાઇ વાઘેલા તથા મનોજ ધનજીભાઇ સોલંકી બીપીન ગણેશભાઇ સોલંકી તથા કમલેશ હરીભાઇ વાઘેલા વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી જે મુજબ મહેશભાઈનો દીકરો નિતીન પોતાના મીત્રની કાર લઇને પોતાના ઘરે આવતો હતો ત્યારે શેરીમાં આવેલ વળાંક પાસે આરોપી બેઠા હતા હોય જેથી કાર ધીમી ચલાવવાનું કહેતા પુત્ર નિતીને બ્રેક મારી હતી જેથી ઘુળ ઉડતા આરોપીએ નીતિનને ગાળો આપી બોલાચાલી કરેલ હોય જે બાબતે તેઓ પુત્રને લઇને જતા હતા આરોપીઓએ પોતાના ઘર પાસે ગાળો ન બોલવા સમજાવવા જતા આ કામના આરોપીઓ એક સંપ થઇ ગે.કા. મંડળી રચી ફરી.ના નાના પુત્ર રાહુલ ને છરી તેમજ લાકડી વડે માર મારતા મહેશભાઈ તેમજ તેમના પુત્રને મારમાર્યો હતો જે અંગે માતા-પિતા તથા પત્ની ને જાણ થતા તે છોડાવવા ગયા હતા જેથથી યુવક અને તેના પરીવારજનોપર છરી તથા ધારીયા તથા લાકડી વડે માર મારી ફરી.ને માથામાં તથા ડાબા પગમાં ઇજા પહોચાડી હતી.તેમજ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ipc કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨),૩૨૪,૩૨૫,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯, ૧૧ અંતર્ગત ગુન્હો નોધી તપાસ બન્ને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW