મોરબી વિધાનસભા બેઠકમાં ભાજપે તેમના મજબૂત કહી શકાય તેવા ઉમેદવાર તરીકે કાંતિલાલ અમૃતિયા ને જાહેર કરી દીધા છે કાંતિલાલ દ્વારા ફોર્મ ભરી ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ પણ શરૂ કરી દીધા છે.બીજી તરફ કોંગ્રેસ હજુ સુધી પોતાના ઉમેદવાર જાહેર કરવામાં ગડમથલમાં પડી છે. સોમવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે હજુ સુધી કોઈ ઉમેદવાર જાહેર કરવામાં ન આવતા કાર્યકરોમાં મુંઝવણ અનુભવી રહ્યા છે. જાન અને જાનૈયા તો તૈયાર છે પરંતુ કોંગ્રેસ છેલ્લી ઘડી સુધી વરરાજા નક્કી ન કરતા કોંગ્રેસ છાવણીમાં શાંતિ જોવા મળી રહી છે. બીજી તરફ ભાજપના કાર્યાલયથી લઈ ગ્રામ્ય વિસ્તારોમાં ધમધમતા કરી મુકાયા છે.કોંગ્રેસના કશ્મકશમાં છે કે કોને ઉમેદવાર કરવા હવે કોંગ્રેસ રવિવાર મોડી સાંજે અથવા સવારે જ સતાવાર નામ જાહેર કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.
વિધાનસભા ચૂંટણી જાહેર થઇ જતા રાજકીય પક્ષો મેદાનમાં આવી ગયા છે કોંગ્રેસ અને ભાજપ બંને મોટા ભાગની બેઠકમાં ઉમેદવારી જાહેર કરી દીધા છે અને આ બેઠક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પુરી દીધી છે અને પૂરજોશમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધા છે. મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોમાં ભાજપ ઉમેદવાર જાહેર કેરી દેવાયા છે.જોકે કોંગ્રેસે માત્ર વાંકાનેર અને ટંકારા બેઠકમાં જ ઉમેદવાર જાહેર કરી દીધા છે.જોકે મોરબી બેઠકમાં ઉમેદવારીનું કોકડું ગૂંચવાયું છે.આ બેઠકમાં જયંતિભાઈ જે પટેલ,કિશોર ચીખલીયા વચ્ચે ટક્કર છે અને બંને ઉમેદવારમાં કોંગ્રેસ ગૂંચવાઈ છે. કિશોર ચીખલીયા પેટા ચૂંટણી વખતે જ્યારે તેમના સાથની કોંગ્રેસને જરૂર હતી તેવા સમયે પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા હતા અને તેના કારણે માળિયા માંથી કોંગ્રેસનાં મત તૂટયા હતા અને તેની હાર થઇ હતી. આ કારણસર કોંગ્રેસમાં તેમના પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. અને પક્ષ તેમને ટિકિટ આપે તો પક્ષમાં વિવાદ થવાની સંભાવના છે આવા સમયે કોંગ્રેસ કોઈ જોખમ લેવાં મગાતી ન હોય બીજી તરફ જયંતિભાઈ પટેલ જે હાલ કોંગ્રેસ તરફથી મજબૂત ઉમેદવાર માનવામાં આવે છે પરંતુ ભૂતકાળમાં તેઓ ૬થી વધુ વખત હારનો સામનો કરવો પડ્યો હતો જેથી કેટલાક કોંગ્રેસ આગેવાનો નવા ચહેરા ઉતારવાની માગણી કરી રહ્યા છે.આમ બંને ઉમેદવાર માંથી પક્ષ કોને ટિકિટ આપવી તે નક્કી કરવામાં પ્રદેશથી લઈ દિલ્હી સુધી મુંઝવણમાં મુકાયા છે.


