મોરબી જીલ્લાની અતિ દર્દનાક ઘટના એવી ઝુલતા પુલની દુર્ઘટનામાં પોલીસ દ્વારા ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં મેનેજર દીપક પારેખ અને દિનેશ દવેના ફર્ધર રિમાન્ડની માગ નકારી આરોપીઓને જેલ હવાલે કરવા આદેશ કરવામાં આવ્યા હતા આ ચુકાદાને પોલીસ દ્વારા સેસન્સ કોર્ટમાં પોલીસે પડકારર્યો હતો અને અંગે રીવીઝન અરજી કરવામાં આવી હતી આં અરજીની તા 9 ના રોજ સુનવણી હાથ ધરવાની હતી જોકે આજે આ અરજીની સુનવણી થઇ શકી ન હતી અને સરકારી વકીલ દ્વારા આ કેસમાં અભ્યાસ કરવા સમય માગવામાં આવ્યો હોવાથી કોર્ટ દ્વારા બે દિવસની મુદત આપવામાં આવી છે અને સેસન્સ કોર્ટ દ્વારા સરકારી વકીલની અરજી સ્વીકારી 2 દિવસની મુદત આપી હતી હવે આગામી 11મી ના રોજ આરોપીઓના રિમાન્ડ અંગે સેસન્સ કોર્ટ દ્વારા સુનવણી હાથ ધરવામાં આવશે.

