HomeGujaratગુજરાત ગેસે દિવાળી પૂર્વે જ કર્યો ગેસના ભાવમાં રૂ 5નો ઘટાડો ઉધોગકારમાં...

ગુજરાત ગેસે દિવાળી પૂર્વે જ કર્યો ગેસના ભાવમાં રૂ 5નો ઘટાડો ઉધોગકારમાં ખુશીની લ્હેર

મોરબીના સિરામિક ઉદ્યોગ માં છેલ્લા કેટલાય સમયથી ગેસના ભાવ વધારાને લઈ ઓહાંપોહ જોવા મળતો હતો.સતત વધતા ગેસના ભાવને કારણે સિરામિક પ્રોડક્ટની ઉત્પાદન કિંમત ખુબ ઉચી જઈ રહી હતી જેના કારણે એક મહિના સુધી એકમો બંધ કરી દીધા હતા જોકે રાજ્ય સરકારને પણ જાણે દિવાળી સમયે ઉપયોગ કરવાની આ સમસ્યા નજર પડી હોય તેમ સાંજે મળતા ગેસમાં પાંચ રૂપિયાનો પર ક્યુબિક ઘટાડો કર્યો હતો. ઉદ્યોગકારોને હાલ હાલ 63.15 રૂપિયા પર ક્યુબિક ગેસ મળતો હતો જોકે આ ભાવ ઘટાડા સાથે આવતીકાલથી જ ઉદ્યોગકારોને 58 રૂપિયા ને 15 પૈસા પર ક્યુબિક ગેસ મળતો થશે એક તરફ વિધાનસભા ચૂંટણી નજીક લેવી છે તો બીજી તરફ દિવાળીનો પર્વ પણ શરૂ થઈ ગયો છે આવા સમયે રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને મળતા ગેસમાં કરેલા ભાવ ઘટાડવાથી ઉદ્યોગકારોને જાણે દિવાળી પહેલા જ દિવાળી આવી ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળી છે.
મોરબીમાં હાલ 25 લાખ ક્યુબિક ગેસનો વપરાશ થઈ રહ્યો છે શનિવારથી ઉધોગકારો ને નવા ભાવ વધારાનો લાભ મળતા અંદાજીત 1.25 કરોડ જેટલી રકમની બચત થશે. જોકે 58.15 ભાવનો લાભ ત્રણ મહિનાના એમજીઓ કરનારને જ મળી શકશે 1 મહિનાનો કરાર કરનાર ઉદ્યોગકારોને 58.15 ઉપરાંત વધારાના રૂ. 1.50 મળી કુલ રૂ. 59.65 પર ક્યુબિક ચુકવવા તૈયાર રહેવું પડશે.ગુજરાત ગેસ દ્વારા લાગુ કરેલ ભાવ ઘટાડો મોરબી અને થાનના સિરામિક બન્ને ઉધોગને ફાયદો કરાવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW